ગ્રેટર નોયડામાં મુંબઇની મોડલે 14માં માળેથી લગાવી મોતની છલાંગ

લોકડાઉનના કારણે ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનું અનુમાન

ગ્રેટર નોયડા વિસ્તારમાં મુંબઇની એક મોડલે 14માં માળના બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. લોકડાઉનના કારણે મોડલને કામ મળતું બંધ થઈ ગયું હતું. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મળતી વિગત પ્રમાણે, દિલ્હીના મયૂર વિહારમાં રહેતી પ્રિયા ઉર્ફે ભાવના અહીંયા તેની મોટી બહેન પ્રિયંકાને મળવા આવી હતી. કોરોના કાળ પહેલા તે મુંબઈમાં મોડલિંગ કરતી હતી. બે વખત લોકડાઉન આવતાં કે કરિયરને લઈ પરેશાન હતી. થોડા દિવસથી તે ગ્રેટર નોયડા વેસ્ટમાં બેહનના ઘરે આવી હતી. સોમવારે મોડી સાંજે પ્રિયાએ 14માં માળેથી છલાંગ લગાવી હતી. ઘટના અંગે સોસાયટીના સિક્યુરિટી મેને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવીને તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

મોડલ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરિવારજનોએ મોડલિંગ કરિયરમાં લોકડાઉન બાદ સફળતા ન મળતા ડિપ્રેશનમાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. એસપી યોગેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ મામલે પરિવારજનોએ કોઈ ફરિયાદ નોંધાવી નથી.

તો બીજી તરફ, પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ મોડલને તેનો બોય ફ્રેન્ડ મુંબઈથી મળવા આવ્યો હતો. જેનાથી નારાજ પરિવારજનોએ તેને ફટકાર લગાવી હતી. પરિવારમાં વિવાદ વધતો જોઈ બોય ફ્રેન્ડ મુંબઈ પરત ફર્યો હતો, જે બાદ તે ગુમસુમ રહેતી હતી. તેના માતા પણ તેને સમજાવવા આવી હતી. પરંતું તે કોઈ વાત સાંભળવા તૈયીર નહોતી અને સુસાઈડ કરી લીધી હતી. પોલીસ આ કેસમાં તપાસ માટે તેના બોય ફ્રેન્ડને પણ બોલાવી શકે છે.

 35 ,  1