ગુજરાતમાં પેલી વાર એકસાથે હત્યા કેસમાં 59 જણાને સજા ફટકારાઈ

એકસાથે 59 આરોપીઓને સજા ફટકારતા બિલોદરા ગામમાં સોપો પડી ગયો

નડિયાદની સેશન્સ કોર્ટે હત્યાના એક કેસમાં 59 આરોપીઓને એક સાથે સજા ફટકારતા બિલોદરા ગામમાં સોપો પડી ગયો છે નોંધનીય છે કે, 2016માં નડિયાદ જિલ્લાના બિલોદરા ગામે જમીન અને ચૂંટણી બાબતે બે કોમ વચ્ચે થયેલી મારા-મારીમા એક મહિલાની હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

જેનો કેસ નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો જેનો ચુકાદો આપતા નામદાર અદાલતે 59 આરોપીઓને સજા ફટકારી છે,તેમાથી 44 આરોપીઓને 10 થી 15 વર્ષની સજા ફટકારવામા આવી છે,તો પૂર્વ કાઉન્સિલરના પુત્રને આજીવન કેદની સજા ફટાકારવામા આવી છે.તમામ આરોપીઓ એક જ ગામના હોવાથી ગામમાં સોપો પડી ગયા જેવી સ્થિતી છે.અત્યાર સુધીમાં જુથ અથડામણ બાબતમાં એકી સાથે આટલા બધા આરોપીને કડક સજા કરવામાં આવી હોય તેવી પ્રથમ ઘટના કહી શકાય.

જમીન અને જૂની અદાવતને લઈને બિલોદરા ગામમાં વર્ષ 2016માં બે જૂથ વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. મારામારીમાં 2 જૂથના અનેક લોકો સામ સામે આવી ગયા હતા જેમાં 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે ઘટના દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા હતા.બન્ને જૂથ વચ્ચે મારામારી બાદ એક જૂથના લોકોના ઘરોમાં આગ ચંપી પણ કરાઇ હતી.જૂથ અથડામણ બાદ મિલકતો પર નુકસાન પહોંચાડવાના ગુના પણ પોલીસ ફરિયાદમાં નોધાવવામાં આવ્યા હતા.સેશન્સ કોર્ટે વિવિધ કલમોને આધારે કેસનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 59 આરોપીઓને એક સાથે સજા પડતા બિલોદરા ગામમાં ગંભીર વાતાવરણ બન્યું છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી