September 23, 2021
September 23, 2021

ગુજરાતમાં મંત્રીઓના ‘શપથગ્રહણ’ પર ગ્રહણ, કાલે યોજાશે શપથવિધિ

‘નો રિપીટ’ થીયરી બાદ ભાજપમાં વિવાદ…!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે 4.20 વાગ્યે શપથવિધિ યોજાવાની હતી. અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે. મંત્રી મંડળમાં નવા ચહેરોઓનો જ સમાવેશ છે અને અનેક જુના જોગીઓના નામ કપાવવાની સંભાવવાનો છે. જેથી હાલ પક્ષમાં નારાજગીનો દૌર પણ દેખાઇ રહ્યો છે.

ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ આજે યોજવા માટે રાજભવનમાં તૈયારીઓ કરી લેવાઈ હતી. પરંતુ કેટલાક રાજકીય કારણોસર, શપથવિધિ હવે આવતીકાલ 16મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજવામાં આવશે. સૂત્રોએ જણાવ્યાનુસાર, ગુરુવારના બપોરના 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિંધિ યોજવામાં આવશે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, કેટલાક વરિષ્ઠ પ્રધાનોને પડતા મૂકવાની વાત સામે આવી છે. તેની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અને સ્થિતિને થાળે પાડવા માટે મોવડીમંડળે સમજાવટનો રસ્તો અપનાવ્યો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ યોજવાના અસમંજસ વચ્ચે રાજભવન ખાતે લાગેલા પોસ્ટર્સને હટાવી લેવાયા છે. ભાજપના સૂત્રોએ એવી પણ વિગત જણાવી હતી કે, શપથવિધિ 15 સપ્ટેમ્બરના બદલે 16મી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી શકે છે.

 56 ,  1