September 19, 2021
September 19, 2021

ગુજરાતમાં 22 સપ્ટેમ્બરે STના પૈડા થંભી જશે

સરકાર ધ્યાન ન આપે તો ઉગ્ર આંદોલનની ચીમકી

રાજ્યમાં આગામી ૨૨ સપ્ટેમ્બરે એસટીના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતરશે. પગાર પંચ અને કાયમી કરવા સહિતના અન્ય મુદ્દાને લઈને એસટી નિગમના કર્મચારીઓ પણ હવે આંદોલનનો માર્ગ અપનાવશે.

આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓને રીઝવવા હેતુ રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ રાજયના કર્મચારીઓના મોધવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે એસટી નિગમના કર્મચારીઓએ પગાર પંચ અને કાયમી કરવા જેવા મુદ્દાઓને લઈને આંદોલન કરવાનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.આગામી ૨૨ સપ્ટેમ્બરે એસટી નિગમના કર્મચારીઓ સામુહિક સીએલ પર ઉતરશે જેના પરિણામે એક દિવસ માટે એસટીના પૈડા થંભી જશે.નિગમના કર્મચારીઓએ કહ્યું છે કે જો સરકાર ધ્યાન નહિ આપે તો આંદોલન ઉગ્ર પણ બનાવીશું. જેના પરિણામની જવાબદારી સરકારની જ રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના કર્મચારીઓનું મોધવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરીને ૨૮ ટકા કરવાની જાહેરાત કરી હતી.

 108 ,  1