જમ્મુ-કાશ્મીરમાં સૈન્યને મોટી સફળતા, બે આતંકવાદીઓને ઠાર માર્યા

સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

દેશના જમ્મુ-કાશ્મીરમાં કાયર આતંકીઓ સૈન્ય પર હુમલો કરવાનું બંધ કરી રહ્યા નથી આજે ફરી જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લાના ચિમ્મરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં સૈન્યને મોટી સફળતા મળી છે. બીજી તરફ સૈન્યને આતંકવાદીઓ છૂપાયો હોવાની બાતમી મળતા સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ સર્ચ ઓપરેશન દરમ્યાન જ આતંકવાદીઓ દ્વારા સૈન્ય પર ગોળીબાર શરૂ કરાયો હતો, જેમાં જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાને આશંકા છે કે, વિસ્તારમાં હજુ અન્ય આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. આ પહેલા જ સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખીણ વિસ્તારમાં 200થી વધુ આતંકીઓ સક્રિય છે અને વર્ષના અંતસુધીમાં આ આંક ઓછો કરવા મુદ્દે સુરક્ષા જવાનો કામ કરી રહ્યાં છે

જમ્મુ કાશ્મીરમાં કાયર આતંકીઓ દ્વારા હવે સૈન્ય પર ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. અગાઉ જમ્મુ એરબેઝ પર બે ડ્રોન હુમલા થયા હતા, જેના બીજા દિવસે સૈન્ય કેમ્પ પર બે ડ્રોન દેખાયા હતા. હવે વધુ એક સૈન્ય સ્ટેશન પર ડ્રોન જોવા મળ્યા છે. જેને પગલે સૈન્ય એલર્ટ થઇ ગયંુ છે અને સમગ્ર મામલાની તપાસ શરુ કરી દેવામાં આવી છે. સાથે જ જમ્મુ એરબેઝ હુમલાની તપાસ એનઆઇએને સોપવામાં આવી છે.

 47 ,  1