જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને મોટો ઝાટકો, ચાર પૂર્વમંત્રી અને ત્રણ ધારાસભ્યોના રાજીનામા

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ

દેશમાં કોગ્રેસ પાર્ટી માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પંજાબમાં રાજ્યમાં અસંતોષને માંડ શાંત કરે છે તો બીજા રાજ્યમાં વિખવાદ શરુ થઈ જાય છે.

હવે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાં પણ ઘમાસાણ શરુ થયુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદાની છાવણીના મનાતા કેટલાક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.

આ નેતાઓના જુથે આરોપ લગાવ્યો છે કે, રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ જી એ મીરના કારણે રાજ્યમાં કોંગ્રેસ નબળી પડી રહી છે.આ જુથે પોતાના રાજીનામાની કોપી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપી છે.

ચોંકાવનારી વાત એ છે કે, રાજીનામુ આપનારા નેતાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારારાસભ્યોનો સમાવશે થાય છે. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી બે જૂથ પડી ગયા છે અને હવે તેમના મતભેદો સપાટી પર આવી ગયા છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી