જામનગરમાં વિધિના બહાને યુવતીનું અપહરણ કરી બનાવી હવસનો શિકાર

દુષ્કર્મ આચરનાર ઠગ તાંત્રિકને અમદાવાદમાંથી દબોચી લીધો

જામનગરમાં વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ આચરનાર ઠગ તાંત્રિકને અમદાવાદમાંથી દબોચી લીધો હતો.

જામનગર તાલુકાનાં નારણપર ગામમાંથી એક યુવતી ગુમ થઇ હતી. જેની તેના પરિવાર દ્વારા ગુમ થયાની નોંધ કરાવી હતી. જે ગુમ થયાની નોંધના આધારે પોલીસે તપાસ આદરી હતી. જેમાં યુવતીનું અપહરણ કરનાર તાંત્રીકને ઝડપી લીધો હતો. તાંત્રિક યુવતીને વિધિ કરવાના બહાને અમદાવાદ, જૂનાગઢ, રાજસ્થાન સહિતનાં અલગ અલગ સ્થળે લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. 

પોલીસે આરોપીને અમદાવાદથી અટકાયતમાં લઇને જામનગર આવ્યા બાદ કોવિડની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભોગ બનનારી યુવતીની તબીબી ચકાસણી કરાઇ હતી. જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે અરવલ્લી જિલ્લાના મોડાસાના જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી ઉર્ફે મેન્ટલગીરી પૃથ્વીસિંહ પરમાર નામના 42 વર્ષીય શખ્સની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધ્યો છે. આરોપીએ 6 મહિના અગાઉ તાંત્રિક વિધિના બહાને ફસાવી હતી. વારંવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ યુવતીને પરિવારને મારી નાખવાની ધમકી આપીને ઉઠાવી ગયો હતો. 

 67 ,  1