જામનગરમાં ત્રણ માસૂમો સાથે માતાએ ઝંપલાવ્યું કુવામાં, બાળકોના મોત

ધ્રોલ તાલુકાના મોરાર સાહેબના ખંભાળીયાની ઘટના

જામનગર જીલ્લાના ધ્રોલ પંથકના મોરારસાહેબના ખંભાળીયામાં પરપ્રાંતિય પરિવારના ૩ માસુમ બાળકોના કુવામાંથી મૃતદેહો મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. જો કે આ બનાવમાં માતાએ જ પોતાના ૩ સંતાનોને કૂવામાં ફેંકી દઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ગ્રામજનોએ બચાવી લીધા હતા.

આ અંગે મળતી જાણકારી અનુસાર જામનગર તાલુકાના ખંભાલિડા ગામે આ કરુણ ઘટના બની હતી. કુવામાં બાળકો પડ્યાની જાણ  ફાયરની ટીમને કરવામાં આવતાં ટીમ દ્વારા 3 બાળકોને કુવામાંથી કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં બાળકો રમતા રમતા કુવામાં પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ ત્યારબાદ સામે આવ્યું કે માતાએ કોઈ કારણોસર 3 બાળકો સાથે કુવામાં ઝંપલાવી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતાનો બચાવ થયો જ્યારે ત્રણ બાળકો મોતને ભેટ્યા હતા. 

આ ત્રણેય બાળકોની ઉંમર 5 વર્ષ કરતા ઓછી છે. જેમાં 4 વર્ષની સૌથી મોટી બાળકી, અઢી વર્ષની બીજા નંબરની બાળકી અને આઠ માસના બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે મહિલાએ કયા કારણોસર તેના ત્રણ બાળકો સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તે જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 121 ,  1