ઝારખંડમાં એક ઝાટકે 25 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

મુખ્યમંત્રીની નવા વર્ષ પહેલા BPL કાર્ડ ધારકોને મોટી ભેટ

ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવા વર્ષમાં 25 રૂપિયા સુધી સસ્તું મળશે, રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરોને કરી મોટી જાહેરાતપરંતુ આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ માત્ર BPL કાર્ડ ધારકોને જ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે 26 જાન્યુઆરીથી ઝારખંડમાં BPL કાર્ડ ધારકોને પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે.

જણાવી દઈએ કે ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ સતત પેટ્રોલ અને ડીઝલ પર વેટના દર ઘટાડવાની માંગ કરી રહ્યું હતું. એસોસિએશન સરકાર પાસે પેટ્રોલ પર 5% વેટ ઘટાડવાની માંગ કરી રહી હતી. તેમનું કહેવું છે કે જો સરકાર વેટનો દર 22%થી ઘટાડીને 17% કરે તો લોકોને મોટી રાહત મળશે. એસોસિએશને કહ્યું કે પડોશી રાજ્યો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. આવી સ્થિતિમાં ઝારખંડથી ચાલતા વાહનોને પડોશી રાજ્યોમાંથી ડીઝલ મળી રહ્યું છે. જેના કારણે તેમને નુકસાન થાય છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી