September 23, 2021
September 23, 2021

જૂનાગઢમાં વકીલની છરીના ઘા મારી નિર્મમ હત્યા

હત્યા પાછળનું કારણ અકબંધ, પોલીસે હાથ ધરી તપાસ

જૂનાગઢમાં મંગલધામ સોસાયટીમાં રહેતા નિલેશ દાફડા નામના વકીલની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાતા ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સોએ અંગત અદાવતમાં વકીલ પર હુમલો કર્યો હતો જેમાં એડવોકેટની ગળાના ભાગે છરીના ઘા મારીને તેમની હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ હતી, જો કે સરેઆમ અસામાજીક તત્વોએ હત્યા કરી દેતા સમગ્ર પથંકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે જો કે પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારાઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે મોડી રાતે વકીલની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી છે. વકીલના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘરમાં તેમની સાથે બે સંતાન અને પત્ની રહેતા હતા. અચાનક થયેલી આ દૂર્ઘટનામાં પરિવારનો આધાર જતો રહેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ હત્યાથી આખા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

તો બીજી તરફ વકીલની હત્યાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. Dysp સહીતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 20 ,  1