લો બોલો – કાલુપુરમાં તસ્કરો સાગનો દરવાજો ચોરી પલાયન થઇ ગયા

નિવૃત પોસ્ટ વિભાગના કર્મચારી ઘરેથી ચાલવા નિકળ્યાને 5.63ની ઘરફોડ

ચોરી ચારે કોર- એક જ રાતમાં ચોરીની 4 ફરિયાદ નોંધાઈ

અમદાવાદ શહેરમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે. શહેરમાં એક જ રાત્રી દરમિયાન ચોરીની ચાર જુદી જુદી ફરિયાદો નોંધાઇ છે. જેમાં નિવૃત્ત પોસ્ટ વિભાગના કર્મચારી રાત્રે જમીને ચાલવા ગયા ત્યારે તસ્કોરો 5.63 લાખની મત્તા ચોરી પલાયન થઇ ગયા હતા. જ્યારે કાલુપુર વિસ્તારમાં ચોરો 25 હજારનો સાગનો દરવાજો લઇ પલાયન થઇ ગયાની ચોંકાવનારી ઘટના પણ સામે આવી છે.

શહેરના માધુપુરામાં રહેતા અને શાહીબાગમાં રેડીમેડ કપડાની ભાડે દુકાન રાખી વેપાર કરતા મહેન્દ્રભાઈની દુકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સે અલગ અલગ પેન્ટ, ટી શર્ટ, શર્ટ તથા રોકડ મળી કુલ રૂ.1.88 લાખની મત્તાની ચોરી કરી હતી.

જ્યારે બીજી ઘટના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં ઘાટલોડીયામાં રહેતા પોસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયેલ સોમાભાઈ રાવલ રાત્રીના સમયે જમીને ચાલવા માટે પત્ની સાથે બહાર નીકળ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેમના ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત કુલ રૂ.5.63 લાખની મત્તાની ચોરી કરી ગયો હતો.

ત્રીજી ઘટના અમરાઈવાડીમાં નોંધાઇ છે. જેમાં અમરવાડીમાં રહેતા રાજકુમાર યાદવની દુકાનું લોક તોડી અજાણ્યો શખ્સ અંદર પ્રવેશી 40 સાડી, 25 પેન્ટ સહીત કુલ રૂ. 36 હજારના મત્તાની ચોરી કરી ગયો હતો. આ અંગે શહેર પોલીસે તમામ ફરિયાદના આધારે ગુનો નોંધી ચોરેને પકડવા તજવીજ હાથધરી છે. જ્યારે ચોથી ઘટના ચોંકાવનારી છે જેમાં કાલુપુરમાં આવેલી એક દુકાનના જુદા જુદા પાંચ તાળા તોડી 25 હજારની કિંમતનો સાગનો દરવાજો તસ્કરો લઇ પલાયન થઇ ગયા હતા. આ તમામ મામલે ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.

નરોડા અને ચાંદખેડામાં ચેઇન સ્નેચીંગ

નરોડાના શ્રી રામ વંદન સોસાયટીમાં રહેતા નિમાબેન તેમના પાડોશી સાથે રાત્રીના સમયે ચાલવા માટે નિકળ્યા હતા, ત્યારે અજાણ્યો બાઈક ચાલક તેમની પાસે આવી તેમના ગળામાં પેહરેલ સોનાની રૂ. 45 હજારની ચેનની તફડંચી કરી પલાયન થઇ ગયો હતો. જ્યારે ચાંદખેડાના સજાનંદ ડુપ્લેક્ષમાં રહેતા અંકિતાબેન તેમના ઘર પાસેના એક કીરાણા સ્ટોરમાં ખરીદી કરવા જતા હતા ત્યારે તેમની પાછળથી બાઈક પર આવેલ બે અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી રૂ.20 હજારની સોનાની ચેઈનની તફડંચી કરી હતી. બન્ને મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર