કાશ્મીરમાં જૈશ એ મહોમ્મદનો ટોપ કમાન્ડરને સેનાએ ફૂંકી માર્યો

સેના અને પોલીસને મળી મોટી સફળતા

જમ્મુ કાશ્મીરમાં બે દિવસ અગાઉ સેનાના 5 જવાનો શહીદ થયા હતા ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે સેના દ્વારા અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મહોમ્મદના ટોપ કમાન્ડર શામ સોફીને ફૂંકી મારવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે જૈશના ટોપ કમાન્ડરને ઠાર કરીને સેનાને મોટી સફળતા હાથ લાગી છે.

અગાઉ ગઈકાલે પણ કાશ્મીરમાં સેના દ્વારા કુલ 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સેનાના 5 જવાનો શહિદ થયાને 24 કલાકમાંજ સેનાએ 6 આંતકીઓ ને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા.

જૈશના ટોપ કમાન્ડ઼રને ઠાર કર્યા બાદ ત્રાલના તિલવાની વિસ્તારમાં તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારે સેનાને ખ્યાલ આવ્યો કે તેમણે જૈશના ટોપ કમાન્ડર શામ સોફીને ઠાર કર્યો છે. પોલીસે અને સેનાને ખાલી બાતમી મળી હતી કે તે જગ્યાએ અમુક શંકાસ્પદ આતંકીઓ છુપાયેલા છે. જેથી બાતમીને આધારે સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી