કાશ્મીરમાં સુરક્ષાદળોએ TRF કમાન્ડર સહિત પાંચ આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ કાશ્મીરમાં સેનાનો આતંક પર પ્રચંડ પ્રહાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોનો આંતક પર તાબડતોડ પ્રહાર જારી છે. કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે આજે બે જગ્યાઓ પર અથડામણ થઈ જેમા TRF કમાન્ડર સહિત 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીરનાં પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે પૂમબાઈ અને ગોપાલપોરા ગામમાં 5 આતંકવાદીઓને મારવામાં આવ્યા છે અને હજુ બંને જગ્યાઓ પર અથડામણ ચાલુ જ છે.

આ પહેલા 15મી તારીખે સુરક્ષાદળોએ શ્રીનગરમાં બે આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા, પોલીસ અધિકારીઓ અનુસાર આ જ વર્ષમાં 135થી વધારે આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા છે અને કાશ્મીરની ખીણમાં હજુ પણ 38 વિદેશી સહિત દોઢસોથી બસો આતંકવાદીઓ સક્રિય છે.

બીજી બાજુ પુલવામાંમાં કાર્યવાહી
બીજી બાજુ કાશ્મીરની પોલીસે પુલવામામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતાં બે ઓવરગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી છે જેમની પાસેથી બે IED જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે નિવેદન જાહેર કરીણે કહ્યું કે પુલવામાં પોલીસની ચેકિંગમાં બે ઓવરગ્રાઉન્ડ વર્કર પકડવાની સફળતા હાથ લાગી છે અને પોલીસે બંને સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી