કાશ્મીરમાં સેનાએ શહીદોની શહાદતનો લીધો બદલો, પાંચ આતંકીઓને કર્યા ઠાર

લશ્કર એ તૈયબાના આતંકીઓને ઉતાર્યા મોતને ઘાટ

જમ્મુ  કાશ્મીરમાં સુરક્ષા દળોએ શહીદ પાંચ જવાનોની શહાદતનો આખરે બદલો લઇ એક સાથે પાંચ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. અહીં શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. આમાંના એક આતંકવાદીની ઓળખ ગાંદરબલના મુખ્તાર શાહ તરીકે થઈ છે, જેણે બિહારનાં વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી.

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે શોપિયાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર એ તૈયબા (એલઈટી) ના છે. હાલ બે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

શોપિયાના તુલરાન ગામમાં સોમવારે સુરક્ષાદળોએ ત્રણ આતકીઓને ચારેબાજુથી ઘેરી રાખ્યા હતા અને તેમને સરન્ડર કરવા માટે  કહ્યું, પરંતુ આતંકી હથિયાર હેઠા મૂકવા તૈયાર થયા નહીં. ત્યારબાદ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ. જેનો સુરક્ષાદળોએ જવાબ આપતા એન્કાઉન્ટરમાં તેઓ ઠાર થયા. 

ઘાટીના અન્ય બે જગ્યાએ પણ અથડામણ થઈ. બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડજહાંગીરમાં જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કર એ તૈયબાના આતંકી ઈમ્તિયાઝ અહેમદ ડારને ઠાર કર્યો. જ્યારે અનંતનાગમાં મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં 1 આતંકી ઠાર થયો. અનંતનાગ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી ઘાયલ પણ થયો હતો જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

પૂંછમાં આતંકી હુમલામાં 5 જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં આતંકીઓના એક હુમલામાં સેનાના એક JCO સહિત 5 જવાન શહીદ થયા. સુરક્ષાદળોની ટુકડી ગુપ્ત બાતમી મળતા આતંકીઓની શોધમાં ઓપરેશન માટે પીર પંજાલના જંગલોમાં ગઈ હતી. જ્યાં આતંકીઓએ ઘાત લગાવીને તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા. 

શહીદ થયેલા  જવાન
– નાયબ સુબેદાર જસવિંદર સિંહ
– નાયક મનદીપ સિંહ
– સિપાઈ ગજ્જન સિંહ
– સિપાઈ સરજ સિંહ 
– સિપાઈ વૈશાખ એચ

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી