કેરળમાં કોરોના વાયરસ બાદ હવે નોરો વાયરસથી ખળભળાટ

13 વિદ્યાર્થીઓ નોરો વાયરસથી સંક્રમિત

દેશમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ મળ્યો હતો અને હજુ સંપૂર્ણ રીતે ગયો નથી કે ત્યાં વધુ એક વાયરસ જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. કેરળના વાયનાડ જિલ્લામાં નોરો વાયરસ મામલાએ મુશ્કેલી વધારી દીધી છે. કેસોની પુષ્ટિ થયાના એક દિવસ પછી શુક્રવારે કેરળ સરકારે કહ્યું કે, લોકોને આ ચેપી વાયરસની સામે સજાગ રહેવાની જરૂર છે. હકીકતમાં બે સપ્તાહ પહેલા વાયનાડ જિલ્લાના વિથિરીની પાસે પુકોડેમાં એક વેટરીનરી કોલેજના લગભગ 13 વિદ્યાર્થીઓને નોરો વાયરસનો ચેપ લાગ્યો હોવાની જાણ થઈ હતી.

આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, સ્થિતિને નિયંત્રણમાં લાવી ચૂકાઈ છે અને વધુ પ્રસર્યો હોવાની માહિતી નથી. તેમણે કહ્યું કે, તેઓ જાગૃતિ અભિયાન ચલાવવા ઉપરાંત વેટરીનરી કોલેજના વિદ્યાર્થીઓનો એક આંકડો ભેગો કરી રહ્યા છે.

વેટરીનરી કોલેજના અધિકારીઓએ કહ્યું કે, સંક્રમણ સૌથી પહેલા પરિસરની બહાર બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યું. આરોગ્ય અધિકારીઓએ સેમ્પલ જલદી એકત્ર કર્યા અને તેને ટેસ્ટ માટે અલાપ્પુઝામાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી મોકલી અપાયા. આ વાયરસનો ચેપ લાગે તેને ઉલટી અને ઝાડા થવા લાગે છે.

રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જએ અહીં આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક કરી અને વાયનાડની સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે વાયરસને રોકવા માટેનું કામ ઝડપી કરવાનો નિર્દેશ આપ્યો. તેમાં કહેવાયું કે, હાલ ચિંતાી કોઈ વાત નથી, પરંતુ બધાએ સતર્ક રહેવું જોઈએ.

શું છે નોરો વાયરસ?
નોરો વાયરસ જઠરાંત્રિય (ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ) રોગનું કારણ બને છે. આમાં પેટ અને આંતરડામાં સોજો, ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. નોરો વાયરસ તંદુરસ્ત લોકો પર વધુ અસર કરતું નથી. પરંતુ તે નાના બાળકો, વૃદ્ધો અને અન્ય ગંભીર રોગોથી પીડિત લોકો માટે જોખમી બની શકે છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી