ખોખરામાં કોંગ્રેસ નેતા અપૂર્વ પટેલ સહિત ત્રણ સામે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ

મહિલા હેલ્થ ઓફિસરે કર્યો હતો આપઘાતનો પ્રયાસ

અમદાવાદના ખોખરા વોર્ડના હારેલા કોંગ્રેસના ઉમેદવાર અપૂર્વ પટેલ સહિત ત્રણ સામે એટ્રોસીટી એકટ હેઠળ ખોખરા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાઇ છે. ખોખરા ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં ઇન્ચાર્જ સુપરવાઇઝર તરીકે નોકરી કરતી મહિલાએ ફરિયાદમાં અપૂર્વ પટેલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. જાતિસૂચક અપશબ્દો કહી આપઘાત માટે મજબૂર કરી હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં મહિલાએ કર્યો છે. હાલ મહિલા સારવાર હેઠળ છે, તો બીજી તરફ પોલીસે અપૂર્વ પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ખોખરા વોર્ડમાં બાલભવન ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં અગાઉ ફરજ બજાવતા ઈન્ચાર્જ હેલ્થ સુપરવાઈઝર ખોખરા અર્બન હેલ્થ સેન્ટરમાં ઉંઘની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાએ આક્ષેપ કર્યો છે કે અપૂર્વ પટેલે ફેસબુક આઈડી પર જાતિ વિરૂદ્ધ ખરાબ અને અપમાનજનક લખાણ લખી ફોટો, તેમજ એક જૂનો વીડિયો વાયરલ કર્યો હતો. એટલું જ નહીં અપૂર્વ પટેલે ધાકધમકી આપી ઉચ્ચ અધિકારીઓમે દબાણ કરી બદલીનો ઓર્ડર પાસ કરાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

મહિલાએ નોધાયેલી ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક મુકાદમ જગદીશ સોઢા ગેરહાજર હતો. જેથી મહિલા હેલ્થ ઓફિસરે ગેરહાજરી પૂરતા અર્જુન સોઢા તેમજ તેના પિતા જગદિશ સોઢા ઓફિસે આવી જબરજસ્તી હાજરી પૂરાવવા દબાણ કરી અપમાનજનક શબ્દો કહ્યા હતા. જગદિશ સોઢાએ કહ્યું હતું કે, મારો છોકરો નોકરી નહીં આવે તો પણ હાજરી પૂરવી પડશે તેમજ પગાર પૂરતો આપવો પડશે. આ દરમિયાન મહિલાએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ મામલો ખોખરા પોલીસ સ્ટેશન પહોંચતા વતા સમાધાન પર આવી હતી. આ દરમિયાન ખોખરા વોર્ડના હારેલા કોંગ્રેસના ઉમેદવાર અપૂર્વ પટેલે ભલામણ કરી સમાધાન કરાવ્યું હતું. અને ફરિયાદ પાછી ખેચી લીધી હતી. છતાં પણ અવાર નવાર અર્જુન સોઢા અપૂર્વ પટેલનું નામ લઇ ગંદા ઇશારા કરી મહિલાને હેરાન પરેશાન કરતો હતો.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ રસી અભિયાનનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે અપૂર્વ પટે ત્યાં આવી પહોચ્યા હતા અને જાતિ વિરૂદ્ધ અપશબ્દો કહી જતા રહ્યા હતા. ત્યારબાદ ફેસબુક પર એક જુનો વીડિયો વાયરલ કરી ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી મારી બદલી કરાવા દબાણ ક્યું હતું. તબિયતને લઇ મહિલા રજા પર હતી તે દરમિયાન બપોરના સમયે ઓફિસમાંથી ફોન આવ્યો હતો. જેમાં બદલી થઇ ગઇ હોવાનું કહી ઓર્ડર લેવા માટે ઓફિસ આવવા જણાવ્યું હતું. મહિલા જ્યારે બદલીનો ઓર્ડર લેવા ગઇ તે દરમિયાન ઓફિસમાં પડેલી ઉંઘની દવાઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અપૂર્વ પટેલ, અર્જૂન સોઢા તેમજ ભૂપત સોઢા સામે જાતિ વિરૂદ્ધ અપમાનજનક શબ્દો, ધમકી તેમજ ગંદા ઇશારા કરી હેરાન પરેશાન કરતા હોવાથી તંગ આવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ લગાવી ફરિયાદ નોંધાવી છે. હાલ આપઘાતનો પ્રયાસ કરનાર હેલ્થ ઓફિસરે સારવાર હેઠળ છે. તો બીજી તરફ પોલીસે આ મામલે વધુ તજવીજ હાથ ધરી છે.

 49 ,  1