ખોખરામાં યુવતીની લાશનો ભેદ ઉકેલાયો, કાતિલ નિકળ્યો સનકી પ્રમી

ક્રાઇમબ્રાંચે હત્યારાને દબોચી લીધો, ખોખરા પોલીસ ઊંઘતી ઝડપાઈ

શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા સામે મોહન એસ્ટટ સેડના ધાબા પરથી મળેલી યુવતીની લાશનો ભેદ ઉકેલાઇ ગયો છે. જેમાં પ્રેમીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાતિલ પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમમાં જ્યારે દગો મળે છે ત્યારે એવી એક હિંસક ઘટનાનો જન્મ થાય છેકે જેને સાંભણીને અચ્છા અચ્છા લોકોના રુવાડા ઉભા થઇ જાય છે. ત્રણ દિવસ પહેલા એક ટાંકીમાંથી અતિવિકૃત હાલતમાં મળેલી રેખાની લાશના ચકચારી કિસ્સામાં આવીજ એક પ્રેમકહાની છુપાયેલી છે. એક કરતા વધુ પુરુષો સાથે સંબધ રાખીને પ્રેમી સાથે વિશ્વાસઘાત કરતા રેખાને ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ક્રાઇમબ્રાંચની ટીમે ગણતરીના દિવસોમાં રેખાની હત્યા કેસનો ભેદ ઉકેલી દેતા તેના પ્રેમી ઇરફાનને મધ્યપ્રદેશથી દબોચી લીધો છે. ઇરફાને પહેલા ક્રાઇમબ્રાંચને ગોળગોળ ફેરવી હતી અને રેખાનો પ્રેમી બીજા હોવાનો ઘટકસ્ફોટ કર્યો હતો જેકે તેની આગવી રીતે પુછપરછ કરતા તેને કબુલાત કરી લીધી હતી

ખોખરામાં અનુપમ સિનેમાની સામે મોહન એસ્ટેટમાં કામ કરતા કર્મચારીઓ છેલ્લા બે ત્રણ દિવસથી દુર્ગધ મારતી હતી જેથી ગારમેન્ટ કંપનીમાં કામ કરતો એક કર્મચારી ધાબા ઉપર જોવા ગયો હતો. ધાબા ઉપર જતાની સાથે તેને લોહીની ધાર જોઇ હતી જેથી તે બુમાબુમ કરતો કરતો નીચે આવી ગયો હતો. એસ્ટેટમાં કામ કરતા કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. ખોખરા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી ધાબા ઉપર પહોચીને જોયુતો પીવીસીની ટાંકી ઉધી હતી અને તેના નીચેથી લોહીની ધાર નીકળતી હતી. પીવીસીની ટાંકી સીધી કરીને જોયુ તો પોલીસના ચોકી ગઇ હતી કારણકે તેમા લોહીથી લથબથ હાલતમાં લાશ હતી. લાશને બહાર કાઢવી શક્ય નહી હોવાથી પોલીસ ફાયરબ્રીગેડની મદદ લીધી હતી જેમાં ફાયરબ્રીગેડની ટીમે ઘટના સ્થળે પહોચીને વૃક્ષ કાપવાના કટરથી ટાંકીને કાપી હતી અને લાશને બહાર કાઢી હતી. લાશ મહિલાની હતી જેથી પોલીસે પહેલા તેની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે આ લાશ અરાઇવાડી વિસ્તારમાં રહેતી રેખા જયેશભાઇ જાદવ છે.
રેખાને ઇરફાન સાથે પ્રેમસંબધ હતો

ઇરફાન એમ્રોડરીની કારખાનામાં કામ કરે છે અને ત્યાજ સુઇ જાય છે છેલ્લા દસેક વર્ષથી ઇરફાન રેખાને ઓળખતો હતો અને તેના પ્રેમમાં પાગલ હતો. ઇરફાન તેની પાછળ રૂપિયા વાપરતો હતો અને પત્નિની જેમ રાખતો હતો. થોડાક સમય પહેલા ઇરફાન તેના ગામડે જતો રહેતા રેખા સાથે સંબધ તુટી ગયા હતા પરંતુ તે પરત આવી જતા ફરીથી રેખા સાથે રીલેશન વધ્યા હતા. રેખાના અન્ય સાથે પણ સંબધ હોવાના કારણે ઇરફાન ઉશ્કેરાયો હતો અને અંતે તેનુ ઢીમ ઢાળી દીધુ હતું.
મોબાઇલની વાતચીતે રેખાનો ભાંડો ફોડ્યો

રેખા છાનામાના અલગ અલગ લોકો સાથે ફોન પર વાતચીત કરતી હતી જેથી ઇરફાનને શંકા ગઇ હતી. ઇરફાને તપાસ કરાવતા તેના અનેક લોકો સાથે રીલેશન હોવાનું સામે આવ્યુ હતું. ઇરફાન રેખા પાછળ રૂપિયા ખર્ચતો હતો અને રેખા બીજા સાથે રીલેશન રાખતા આ ઘટના ઘટી છે.
ખોખરા પોલીસ બંદોબસ્ત કરતી રહીને ક્રાઇમબ્રાંચ બાજી મારી ગઇ

રેખાના ચકચારી મર્ડર કેસમાં સીસીટીવી ફુટેજ પોલીસ પાસે હોવા છંતાય ક્રાઇમબ્રાંચની ટીમ ઘટનાનો ભેદ ઉકેલવામાં બાજી મારી ગઇ છે. રથયાત્રાના બંદોબસ્તમાં ખોખરા પોલીસ વ્યસ્ત હતી જેથી ક્રાઇમબ્રાંચે તેનો લાભ લઇને ઇરફાનને મઘ્યપ્રદેશથી દબોચી લીધો છે.
ઇરફાન એમ્રોડરીના કારખાનામાં રહેતો

ઇરફાન અલગ અલગ જગ્યા પર એમ્રોડરીના કારખાનામાં કામ કરતો હતો અને ત્યારજ રહેતો હતો જેથી તેને પકડવો મુશ્કેલ હતો. ક્રાઇમબ્રાંચની ટીમે ત્રણ દિવસથી સતત ઉજાગરા કરીને તેની રંગે હાથ ઝડપી લીધો છે.

 85 ,  1