કોડીનારમાં માનવભક્ષી દીપડાએ યુવકને ફાડી ખાધો, માથું ધડથી અલગ

માનવભક્ષી દીપડાએ ખેતરમાં ઢસડી જઇ યુવકને ફાડી ખાધો

કોડીનારના વિઠ્ઠલપુર ગામે ખુંખાર માનવભક્ષી દીપડાએ 30 વર્ષના યુવાક પર હુમલો કરીને ફાડી ખાધો છે. અજીત ભેડા નામનો યુવાન વહેલી સવારે પોતાની વાડીએ રાખેલા દુધાળા પશુઓને દોહવા જતા સમયે અચાનક ખુંખાર માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો.

કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે વાડીએ અજીતભાઈ ભેડા પરીવારજનો સાથે રહે છે. ગતરાત્રીના નવેક વાગ્યે અજીત ભાઈ દુધ દઈને ગામમાંથી વાડી તરફ જઈ રહેલ તે સમયે રસ્તામાં ઘોર અંધારામાં અચાનક ખુંખાર દીપડાએ અજીતભાઈ પર હુમલો કરી તેમને પછાડી દઈ નજીકના કપાસના ખેતરમાં ઢસડી લઈ જઈ ફાડી ખાધા હતા.

વહેલીસવારે વાડીએ જઈ રહેલા અમુક ગ્રામજનોના ધ્યાને રસ્તા પર અજીતભાઈનું બાઈક રેઢું પડેલ આવતા તુરંત આજુ બાજુમાં શોધખળ કરતા નજીકના એક ખેતરમાંથી અજીતભાઈનો મૃતદેહ મળી આવેલ હતો. આ અંગેની જાણ કરાતા સરપંચ અને વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. અજીતભાઈના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલએ ખેસડવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને લઈ નાના એવા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

 153 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર