અમદાવાદ : ભાજપના કુબેરનગર વોર્ડમાં ગાબડું, 100થી વધુ વેપારીઓ ‘આપ’ પાર્ટીમાં જોડાયા

સિંધી વેપારીભાઈઓ ભાજપને તરછોડી આમ આદમી પાર્ટીમાં જોડાવ્યા

”સરકાર મંદીના માહોલમાં સહાયને બદલે ચલાવી રહી છે ઉઘાડી લૂંટ, વેપારીઓ ત્રસ્ત”

શહેરના કુબેરનગર વિસ્તારના 100થી વધુ સિંધી વેપારીભાઈઓ ભાજપને તરછોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. GST તેમજ લોકડાઉનમાં ધંધા વેપાર ઠપ્પ થતાં વેપારીઓ નફાને બદલે નુકસાની ભોગવી રહ્યા છે. તેવા સમયમાં સરકાર કોઈ રાહત આપવાના બદલે માસ્કના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. દિવાળીના તહેવારમાં પણ બજારોમાં મંદી જોવા મળી રહી છે. ત્યારે ભાજપ સરકારની નીતિ નિયમોથી કંટાળી ગયા હતા.

કુબેર નગર વિસ્તારમાં રહેતા અને સિંધી બજારમાં વેપાર-ધંધો કરતા 100થી વધુ વેપારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાવવા કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરનો સંપર્ક કર્યો હતો. આજ રોજ વેપારીઓએ લીલાશાહ હોલ, કુબેરનગર ખાતે મીટીંગ ગોઠવી હતી. આમ આદમી પાર્ટીમાં વેપારીઓ જોડાવવાના હોવાથી શહેર પ્રમુખ અમજદખાન પઠાણ, ઉત્તર ઝોન પ્રમુખ ક્રિપાલસિંહ રાઠોર અને લીગલ સેલના ઉપ પ્રમુખ કૈલાશભાઈ તમાઇચી અને દીપકભાઈ ઇન્દ્રેકર હાજર રહ્યા હતા.

અમજદખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર આજે અંગ્રેજોના શાસન કરતા પણ ખરાબ શાસન છે. દેશને ખાનગીકારણના નામે બરબાદ કરી દીધું છે.

કૈલાશભાઈ તમાઇચીએ કહ્યું હતું કે, દિલ્લીની કેજરીવાલ સરકારએ જે કામો કર્યા છે તેવા કામ ગુજરાતની 20 વર્ષથી શાસન પર રહેલી ભાજપ સરકારે કરી બતાવ્યું નથી. આ એકદમ ભ્રષ્ટ સરકાર છે.

કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, ભાજપના શાસનમાં કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવામાં તદ્દન નિષ્ફળ રહી છે. જે પાર્ટી જનતાના હિત માં વિરોધ કરતા ડરતી હોઈ તે જનતાના કામો શું કરશે…? આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક તક આપી પછી જૂઓ ગુજરાત ને….

 1,470 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર