જમ્મુ-કાશ્મીર : કુલગામમાં સેનાએ એક આતંકીને કર્યો ઠાર, હજુ બેથી ત્રણ ઘેરાયા

સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર જારી

જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચાવલગામ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. 2-3 આતંકીઓ ઘેરાયા હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે સેના એક આતંકીને ઠાર કર્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન આજે કુલગામના ચાવલગામ વિસ્તારમાં આતંકવાદીઓ હાજર હોવાની માહિતી મળી હતી. આર્મી અને જે.કે. પોલીસે અહીં ઓપરેશન હાથ ધર્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.

કાશ્મીર ઝોનના પોલીસે આ એન્કાઉન્ટરની માહિતી આપતા જણાવ્યું કે હજુ પણ આ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી