કચ્છમાં શાહનો હુંકાર – દેશના જવાનો ઘરમાં ઘૂસીને દુશ્મનોને મારે છે

દેશના જવાનો દુશ્મનોને આપે છે જડબાતોડ જવાબ, છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની પ્રવાસે છે. ત્યારે આજે કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું. તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લીધો હતો. તેમજ સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

ધોરડોમાં સફેદ રણમાં પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના વિકાસની વાત કરી હતી. તેમણે અગાઉ સીમાઓ પર થતાં હુમલાને લઈને પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશના જવાનો દુશ્મનોને જડબાતોડ જડબાતોડ જવાબ આપે છે. એટલું જ નહીં દુશ્મનોના ઘરમાં ઘૂસીને મારે છે. દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે છેવાડાના ગામોનો વિકાસ કરીશું

અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની આખી ભૂ સીમા જ્યાં સુધી છે ત્યાં સુધીની સીમામા વિકાસ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય છે. ભૂકંપ બાદ કચ્છ અને ભૂજ આજે ફરીથી ઉભા થઇ ગયા જેનો શ્રેય વડાપ્રધાન મોદીની દૂરદર્શિતા અને ભૂજના લોકોના સંઘર્ષ કરવાના જસ્બા અને મહેનતની પરાકાષ્ઠાને જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આપણા બીએસએફનો નાનામા નાનો જવાન પણ દુનિયાની સૌથી મોટી તાકાતની સાથે આંખમાં આંખ નાંખીને છાતી નીકાળીને જવાબ આપવા સક્ષમ છે, અધિકૃત છે અને આપી પણ રહ્યયો છે.

શાહે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન હંમેશા કહે છે કે, સૌથી પહેલા સીમાઓ પર આવેલા ગામડાઓના વિકાસની ચિંતા કરો, દરેક યોજના સીમા પાસેના ગામડાઓમાં લાગુ થવી જોઇએ. આ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે અને અમને આ જવાબદારી સારી રીતે નિભાવતા આવડે છે. 2008થી 2014 સુધી સીમાઓ પર રોડના રિસરફેસિંગની સ્પીડ 170 કિલોમીટકરની હતી અને 2014થી 2020 સુધી 170 કિલોમીટરથી વધીને અમે 480 કિમી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. 50 વર્ષમાં સીમાઓ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું છે એટલું તો નરેન્દ્ર મોદી સરકારે છ વર્ષની અંદર કરીને સીમાઓને સુરક્ષિત કરીને પોતાની જવાબદારી નિભાવી છે.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર