લખનઉમાં કોવિશીલ્ડ રસી લીધા બાદ ન બની એન્ટીબોડી

સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEOઅદાર પૂનાવાલા સહિત 7 લોકો વિરુદ્ધ કોર્ટમાં કરાયો કેસ

દેશમાં કોરોના મહામારી વિરુદ્ધ જંગ જીતવા રસીકરણ પર મોટાપ્રમાણમાં ભાર મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે કોરોનાની કોવિશીલ્ડ રસી લીધા બાદ એન્ટીબોડી ન બનવાનો કેસ સામે આવ્યો છે જેના પગલે સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEOઅદાર પૂનાવાલા સહિત 7 લોકો પર ઉત્તરપ્રદેશમાં કેસ દાખલ કરાયાના એહવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરાતા રિપોર્ટ લઈને આગામી 2 જુલાઈએ સુનાવણીનો આદેશ અપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રતાપ ચંદ્ર નામના વકીલે 8 એપ્રિલે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો અને બીજો ડોઝ 28 જૂને લેવાનો હતો. આ સમયે વેક્સિન લીધા બાદ પણ તેમનું સ્વાસ્થ્ય સારું રહેતુ ન હોવાથી તેઓએ 25મેના રોજ એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો જેમાં જાણવા મળ્યું કે તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ નથી. જ્યારે સામાન્ય પ્લેટલેટ્સ પણ અડધાથી ઓછા હતા પરિણામે સંક્રમણનો ખતરો વધ્યો છે જેને પગલે કોવિશીલ્ડના સીરમ ઈન્સ્ટિયૂટના CEO અદાર પૂનાવાલાના વિરોધમાં અરજી દાખલ કરવામાં આવી છે.

આ કેસમાં અદાર પૂનાવાલા સહિત 7 લોકોના નામ સામેલ કર્યા છે જેમાં અરજીમાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ, આઈસીએમઆરના મહાનિર્દેશક, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન યૂપીના નિદેશક, ગોવિંદ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર લખનઉના નિદેશક્ને પણ સામેલ કરવામાં આવ્યા છે.

 105 ,  1