મહેમદાવાદમાં તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

ACBના છટકામાં 10 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામના તલાટી અને મહિલા સરપંચના પતિને રૂપિયા 10 હજારની લાંચ લેતા ખેડા ACBના રંગે હાથ ઝડપાઇ ગયા છે. પેઢીનામા બાબતે એફીડેવિટ તથા ડીક્લેરેશન તૈયાર કરવા માટે 30 હજારની લાંચ માંગી હતી.

આ અંગે જાગૃત નાગરિકે કરેલી ફરિયાદ મુજબ, મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામે જમીન આવેલી છે. આ જમીનમાં પરિવારના કુલ ચાર સભ્યોના નામ આવેલા છે. જેમાંથી ફરિયાદી ભાઇ વર્ષ-૨૦૧૬માં અવસાન પામ્યા હતા .જેથી તેઓનુ નામ ૭/૧૨ તથા જમીનની ખાતાવહી ૮-અ માંથી કમી કરવાનુ હતુ. જે માટે તેમને પેઢીનામુ અને જરૂરી એફીડેવીટ તથા ડીકલેરેશન તૈયાર કરી તલાટી કમમંત્રી વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ ચતુરભાઇ ચૌહાણને જે તે સમયે આપ્યુ હતુ.તેમ છતા તેઓ વારંવાર ધક્કા ખડાવતા હતા. વળી આ અંગે વિનોદભાઇએ જણાવેલ કે તમે રમેશભાઇ બાબરભાઇ પરમાર (સરપંચના પતિ) ને મળી લેવા જણાવ્યુ હતુ.

ફરિયાદી રમેશભાઇને મળતા તેઓએ રૂા.૩૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.જે પૈકી બંને વ્યક્તિઓએ લાંચ પેટે જાગૃત નાગરિક પાસેથી રૂા.૧૦,૦૦૦ અગાઉ લઇ લીઘા હતા.બાકીના રૂા. ૨૦, ૦૦૦ બાબતે બંને વ્યક્તિઓ જાગૃત નાગરિક પાસે વારંવાર ઉઘરાણી કરતા હતા.જેથી જાગૃત નાગરિકે વિનંતી અને રકજક કરતા અંતે રૂા.૧૦,૦૦૦ લાંચ પેટે આપી જવાનુ જણાવ્યુ હતુ.જે લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી નો સંપર્ક કર્યો હતો.

ACBએ ગોઠવેલા છટકામાં તલાટી કમમંત્રી વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ ચતુરભાઇ ચૌહાણે સરપંચના પતિ રમેશભાઇ બાબરભાઇ પરમાર 10 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

 79 ,  1