અમદાવાદ : મણીનગરમાં ટ્રેનની અડફેટે આવ્યા વિદ્યાર્થીઓ, એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર

મણીનગર રેલવે ક્રોસિંગ પાસે પાટા ક્રોસ કરતા દરમિયાન સર્જાઇ દુર્ઘટના

સોમનાથ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા વિદ્યાર્થીઓ

અમદાવાદ શહેરના મણીનગર રેલવે ક્રોસિંગ પાસે ગઇકાલે મોડી સાંજે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જબલપુર- સોમનાથ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે વિદ્યાર્થીઓ આવતા એકનું ઘટનાસ્થળે મોત થયું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ફાટકે પહોચ્યાં હતા. અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી.

મળતી વિગત મુજબ, 6 વિદ્યાર્થીઓ ટ્રેનના પાટા ઓળગીને જતાં હતાં જેમાં 4 પાટા વટી ગયા હતા જ્યારે આ બે વિદ્યાર્થીઓ પાછળ ઓળગતા હતા ત્યારે ઘટના બની હતી. મણીનગરમાં આવેલા પિંકી એપોર્ટમેન્ટમાં ટ્યુશન ક્લાસીસમાં ભણીને પરત 6 વિદ્યાર્થીઓ પરત ફરતા હતા.

દરમિયાન તેઓ ગોરધનવાડી ટેકરા ખાતે આવેલા તેમના ઘરે પરત ફરતી વેળા રેલવેના પાટા ક્રોસ કરતાં હતા ત્યારે બે વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ હાથીજણની આનંદનિકેતન સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે.

દુર્ઘટનાની જાણ થતાં જ  108ની ટીમ અકસ્માતને પગલે દોડી ગઈ હતી. જ્યારે ખોખરા પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી છે.

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર