મેઘાલયમાં પૂર્વ મુખ્યમંત્રી સહિત 18માંથી 12 MLA પંજો છોડી TMCનો હાથ પકડ્યો

કોંગ્રેસ પર ‘દીદી’ની પોલિટિકલ સ્ટ્રાઇક

મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો હવે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. આ કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન છે.

કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો હવે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે, તેમાં મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા પણ સામેલ છે. જોકે, મુકુલ સંગમાએ તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જી સાથે સપ્ટેમ્બરમાં મુલાકાત કરી હતી. જોકે, આ મુલાકાત ક્યારે થઇ હતી આ અંગે બન્ને પક્ષોએ કન્ફર્મ નથી કર્યું. જોકે સંગમાએ એમ જરૂર કહ્યું હતું કે તેમની મુલાકાત થઈ છે. ત્યારે, માહિતી એમ છે કે મુકુલ સંગમા વિધાનસભામાં વિપક્ષના નેતા વિન્સેટ પાલાથી ઘણા હેરાન હતા.

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી સતત પાર્ટીને વિસ્તાર આપી રહ્યા છે. આ દરમિયાન ગત કેટલાક મહિનાઓ દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતા ટીએમસીમાં સામેલ થયા છે. કોંગ્રેસના જાણિતા ચહેરાઓમાંથી ટીએમસીમાં સામેલ થવાનો સિલસિલો યથાવત્ છે. આ તબક્કામાં 23 નવેમ્બરે કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદ, કોંગ્રેસના હરિયાણા પૂર્વ અધ્યક્ષ અશોક તંવર અને જનતા દલ(યૂ)ના પૂર્વ મહાસચિવ પવન વર્મા પણ સામેલ થયા હતા.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી