મેઘાણીનગરમાં પરિણીતાને લલચાવી શખ્સે ગુજાર્યો બળાત્કાર

યુવકના વિરુદ્ધમાં બળાત્કાર અને છેડતી ફરિયાદ

તારા પતિ  કરતા પણ વધારે ખુશ રાખીશ તેમ કહી વિશ્વાસમાં લઈ દુષ્કર્મ કરતો 

મેઘાણીનગરમાં રહેતી બે પુત્રની મહિલાને એક  શખ્સે તારો પતિ તને ખુશ રાખે છે એના કરતા પણ વધારે ખુશ રાખીશ અને તારા બાળકોને હું સાચવીશ તેમ કહીને વિશ્વાસમાં કેળવીને શહેરની અલગ અલગ હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે મહિલાએ યુવકને ના પાડતા યુવકે તેને ધાકધમકી પણ આપી હતી. દરમિયાન એક દિવસ આ શખ્સે મહિલાને રિવરફ્રંટ પર બોલાવી તને પૈસાનો ઘમંડ છે તેમ કહી મારઝુડ કરી હતી. જેથી મહિલાએ તે શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

મેઘાણીનગરમાં રહેતી 32 વર્ષીય પરિણીતાએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. બાદમાં તે તેના પતિ સાથે સાસરિમાં રહેવા ચાલી આવી હતી. લગ્નજીવનમાં પરિણીતા બે સંતાનોની માતા બની હતી. દરમિયાન પરિણિતા શાકભાજી લેવા જતી ત્યારે ભાર્ગવ રોડ પર એક શખ્સ બાઈક અને પરિણિતાની સામે જોઈને હસતો હતો. સતત ત્રણ મહિના સુઘી આ રીતે ચાલ્યુ હતુ. બાદમાં પરિણિતાએ તેનો નંબર તે શખ્સને આપ્યો જેથી અવાર નવાર ફોન તથા વોટસેપ પર વાતો કરવા લાગ્યા હતા. જો કે રોજબરજો ફોન પર વાતો કરતો એક વખત શખ્સે પરિણીતાને કહ્યું કે તેને લાઈક કરે છે. જેથી પરિણીતાએ તેને ફોનમાં ધમકાવ્યો હતો અને વાતચીત ન કરવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો. જો કે આ શખ્સ પરિણીતાની પાછળ પાછળ શાકમાર્કેટમાં આવતો અને તેની આસપાસ ફરતો રહેતો હતો. રસ્તામાં પરિણીતાને ઉભી રાખી કહેતો હતો કે હું તમને ખૂબ મિસ કરું છું અને તમારી સાથે ફ્રેન્ડશીપ કરવા માગું છું. જો કે પરિણીતાએ આ બાબતે ચોખ્ખી ના પાડી દીધી હતી છતાં તે માન્યો નહોતો. વર્ષ 2015માં આ શખ્સ સ્કૂલ વાન લઈને પરિણીતાના છોકરાઓને લેવા આવતા પરિણીતા અચાનક અચંબામાં પડી ગઈ હતી. ત્યારે પરિણીતાએ આ શખ્સ ને પૂછ્યું હતું કે તમારા મામા સ્કૂલવાન લઈને આવતા હતા તો તે કેમ હવે નથી આવતા? જેથી આ શખશે કહ્યું હતું કે હવે હું જ આ છોકરાઓને લેવા મૂકવા આવીશ તેમ કહી હસીને તે જતો રહ્યો હતો.

ત્યારબાદ આ શખ્સ પરિણીતાના બાળકો સાથે સારો વ્યવહાર કરતા આ પરિણીતા તેની સાથે બોલવા લાગી હતી અને ફોન ઉપર વાતો કરવાનું ચાલુ કર્યું હતું. તે દરમિયાન આ શખ્સે પરિણીતાને પ્રપોઝ કરતા પરિણીતાએ કહ્યું કે હું કોઈની પત્ની છું અને મારે બે બાળકો છે મને આવું કરવામાં કોઇ રસ નથી હું ફક્ત મિત્રની દ્રષ્ટિએ તારી સાથે વાત કરું છું. જો કે શખ્સે પરિણીતાને કોઈ જવાબ આપ્યો ન હતો અને બાદમાં તેને લવ અને પ્રેમના વિડીયો તથા દર્દ ભર્યા મેસેજ મોકલવા લાગ્યો હતો.

દરમિયાન એક દિવસ આ શખ્સ પરિણીતાના ઘરે આવ્યો હતો અને ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને પરિણિતાનો હાથ પકડીને જબરદસ્તી કરવા લાગ્યો હતો ત્યારબાદ તારી જોડે લગ્ન કરીશ, તારો પતિ કરતા પણ વધારે સારી રીતે તારા બાળકોને સાચવીસ તેમ કહીને પરિણિતાને ખુશ કરીને જો કે પરિણીતાએ આ શખ્સને ઘરમાંથી કાઢી મુક્યો હતો. દરમિયાન આ શખ્સની હિંમત એટલી વધી ગઈ હતી કે, અવાર નવાર પરિણીતાના ઘરે જઈને ચુંબન કરી ગુપ્તભાગે અડપલા કરી જબરદસ્તીથી શારીરીક સંબંધ બાંધ્યો હતો.

જો કે પરિણીતાએ તેને આ કરવાનું ના પાડતા તે ધમકી આપવા લાગ્યો હતો. ત્યારબાદ અલગ અલગ ગેસ્ટહાઉસમાં  લઈ જઈને લગ્ન કરવાનો ભરોશો આપીને શારીરીક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન એક દિવસે આ શખ્સે પરિણીતાને રીવરફ્રંટ પર બોલાવીને તને પૈસાનો ઘમંડ છે તેમ કહીને ઝઘડો કરી મારઝુડ કરી હોવાથી પરિણીતાએ આ યુવકના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને છેડતી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

 80 ,  1