September 23, 2020
September 23, 2020

‘…તારી કમર પણ સરસ છે’ તેમ કહી બદમાશોએ યુવતીની કરી છેડતી, ચાર યુવકો સામે ફરિયાદ

મેઘાણીનગરમાં લુખ્ખા તત્વોએ યુવતી સાથે અભદ્રભર્યું વર્તન આચર્યું

રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે કાયદામાં કડક જોગવાઈઓ કરી છે છતાં સ્થિતિ તેમની તેમજ હોય તેવું લાગી રહ્યું છે. બળાત્કાર, છેડતીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેર પણ બાકાત નથી. સલામત શહેરમાં યુવતીઓ અસલામત હોય તેમ દિવસેને દિવસે છેડતી, દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. ચાર દિવસ પહેલા બાપુનગરમાં બદમાશોએ એક યુવતીની સરેઆમ છેડતી કરી હતી. એટલું જ નહીં યુવતીની મદદે આવેલા એક યુવકને ચાકુથી હુમલો કરી દીધો હતો. ત્યારે બાપુનગર બાદ હવે મેઘાણીનગરમાં યુવતી સાથે છેડતીની ઘટના બની છે.

બદમાશોએ યુવતીને આંતરી બિભત્સ ચેનચારા કરી અભદ્રભર્યું વર્તન આચર્યું હતું. જ્યારે યુવતીના પિતા સમજાવા ગયા તો બદમાશોએ અપશબ્દો કહી મારા મારી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે યુવતીની માતાએ ચાર લુખ્ખા તત્વો સામે ફરિયાદ નોંધાવી છે.

યુવતીની માતાએ ફરિયાદ જણાવ્યું હતું કે, મેઘાણીનગરમાં રહેતા મનીષ પ્રજાપતિ, ભરત માળી, ભાવિક માળી, અને જયદિપસિંહ રાજપુતે દીકરીને રસ્તામાં એકલી જોઇ છેડતી કરી હતી. યુવકોએ તું જોરદાર દેખાય છે તેમ કહી મારી દીકરી પર હસવા લાગ્યા હતા. દીકરીએ બદમાશોનો વિરોધ કરી, ‘તમે મારી સામે જોઈને શું હસો છો તેમ કહેતા આરોપીએ હાથ પકડી તારી કમર પણ સરસ છે તેમ કહી તેની છેડતી કરી ભાગી ગયા હતા.’

ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતી ટેસ્ટ પેપર જમા કરાવવા ઘરેથી શાહીબાગ ખાતે આવેલ રાજસ્થાન હિન્દી હાઇસ્કુલ જવા નીકળી હતી. આ દરમિયાન રામજી મંદિર નજીક આરોપી મનીષ પ્રજાપતિ અને ભરતમાળીએ યુવતીને રસ્તામાં રોકી ‘તું જોર દેખાય છે તેમ કહી હસવા લાગ્યા હતા. યુવતીએ જ્યારે વિરોધ કર્યો તો બદમાશોએ હાથ પકડી, ‘તારી કમર પણ સરસ છે..’ તેમ કહી અભદ્રભર્યું વર્તન કર્યું હતું. જો કે યુવતી ત્યાંથી ભાગી ઘરે આવી ગઇ હતી.

જો કે બીજી દિવસે આરોપી ભાવિક માળી અને જયદિપસિંહ રાજપુતે યુવતીનો રસ્તો રોકી કહ્યું તું ભરત સાથે કેમ વાતો કરે છે તેમ કહી ધમકીઓ આપી હતી. બાદમાં યુવતીએ આ સમગ્ર ઘટના તેની માતાને જણાવી હતી. યુવતીના માત-પિતા બદમાશોને સમજાવવા જતા યુવકો ઉશ્કેરાઇ ગયા હતા. બાદમાં બિભત્સ ગાળો આપી મારા મારા પર ઉતરી આવ્યા હતા.

આ ઘટના બાદ યુવતીની માતાએ ચાર યુવકો પર છેડતી વિરૂદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે મનીષ પ્રજાપતિ, ભરત માળી, ભાવિક માળી અને જયદિપસિંહ રાજપુત વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર