મોતિહારીમાં હોડી પલટી જતા 22 લોકો ડૂબ્યા, 6 મૃતદેહો મળ્યા

બિહારમાં મોટી દુર્ઘટના, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

બિહારના મોતિહારીમાં આજે એક મોટી દુર્ઘટના ઘટવાના સમાચાર સામે આવી રહ્યા છે. સિકરહના નદીમાં હોડી પલટી જવાના પગલે 22 લોકો ડૂબી ગયા છે. સ્થાનિકોએ અત્યાર સુધીમાં 6 મૃતદેહો બહાર કાઢ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટનાસ્થળે અનેક મોટા અધિકારીઓ હાજર છે. રેસ્ક્યૂ ટીમ લોકોને બહાર કાઢવામાં લાગી છે.

આ દુર્ઘટના શિકારગંજ પોલીસ મથક હદના ગોઢિયા ગામમાં ઘટી. નાવ પલટી જવાથી 22 લોકો ડૂબી ગયા. સ્થાનિકોએ જણાવ્યું કે હોડીમાં 20થી 25 લોકો સવાર હતા. મોઢિયા ગામમાં અચાનક હોડી પલટી જતા અફરાતફરી મચી ગઈ. મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ પહોંચી ગયા છે. સ્થાનિકો પણ ભેગા થયા છે.

તાજેતરમાં જ બિહારના પશ્ચિમ ચંપારણમાં પણ આવી હોડી ડૂબી જવાની ઘટના ઘટી હતી. ત્યારે પણ હોડીમાં 25 લોકો સવાર હતા. ક્ષમતા કરતા વધુ લોકોને હોડીમાં બેસાડવાના કારણે હોડીએ બેલન્સ ગુમાવ્યું હતું અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હોડીમાં સવાર પશુઓ પણ ડૂબી ગયા હતા.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી