અમદાવાદ : નારણપુરા વોર્ડમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન, મોટેરા પહોંચ્યા

અમદાવાદના નારણપુરામાં અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું

ગૃહમંત્રી અમિત શાહ આજે મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે અમદાવાદ આવ્યા છે. તેમણે નારણપુરામાં પોતાના વોર્ડમાં મતદાન કર્યું હતું. સમગ્ર પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બૂથથી બહાર આવ્યા બાદ તેમણે વિક્ટરી સાઈન બતાવી હતી. મતદાન વેળાએ અમિત શાહ પોતાની લાડલી પૌત્રી સાથે દેખાયા હતા. મતદાન બાદ સમગ્ર શાહ પરિવારે વિક્ટરીની સાઈન બતાવી હતી. 

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્માંયો છે. ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે..મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.

અમદાવાદની એક બેઠક બિનહરીફ થતાં 6 મહાનગરોની કુલ 575 બેઠકો પર મતદાન થશે. આ માટે કુલ 2 હજાર, 276 ઉમેદવારો મેદાનમાં છે.  ઉલ્લેખનીય છે કે અમદાવાદના નારણપુરાની એક બેઠક ભાજપના ફાળે ગઈ છે, જેમાં  ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ ચૂંટાયા છે.

પક્ષ અનુસાર ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના 577 કૉંગ્રેસના 566, NCPના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષના 353 અને 228 અપક્ષ ઉમેદવારો હરિફાઈમાં છે.

ચૂંટણી પંચે બહાર પાડેલી યાદી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં યોજાનાર ચૂંટણી માટે 773 ઉમેદવારો હરીફાઈમાં છે..સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

વડોદરા મહાનગરપાલિકાનીની વાત કરીએ તો 19 વોર્ડની ચુંટણી માટે 279 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 239 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72 બેઠકો પર 293 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડ માટે યોજાનાર ચૂંટણીમાં 211 ઉમેદવારો મેદાનમાં છે.

 23 ,  1