નરોડામાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું..

બાતમીને આધારે પોલીસે રેડ કરી એક યુવતી સહિત ત્રણની કરી ધરપકડ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં જ પોલીસે સ્પાની આડમાં દેહવેપારના રેકેટનો પર્દાફાશ કરી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ગેલેક્ષી એવેન્યુમાં માહી સ્પા નામની ફર્મમાં સ્પાના નામે કુટણખાનું ચાલતું હતું. જેમાં મજબૂર યુવતીઓની લાવી ગ્રાહકો પાસેથી મસમોટી રકમ વસૂલતા હતા. જેથી પોલીસને માહી સ્પામાં ગેરકાયદે મહિલાઓને રાખીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી.

બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યાં અનેક લોકો અવર જવર કરતાં હતાં. તે ઉપરાંત પોલીસને શંકાસ્પદ ગતિવિધી પણ નજરે ચડતી હતી. ત્યારૂબાદ પોલીસે રેડ પાડી હતી. જ્યાં પોલીસને સ્પાનો સંચાલક અને એક યુવતી મળી આવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સંચાલક રાજ્ય બહારથી યુવતીઓને બોલાવીને તેમનું શોષણ કરતો હતો. આરોપીઓ ગ્રાહક દીઠ તગડી રકમ પડાવતા હત. જે પૈકી ભોગ બનનારને તેમાંથી 300 રૂપિયા આપતા હતા. 

આ કેસમાં પોલીસે સંચાલક જીગર મકવાણા, રાકેશ પરમાર અને એક યુવતીની ધરપકડ કરી છે. પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટની કલમ 3,4,5,7 મુજબ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. 

 36 ,  1