નરોડામાં પત્નીથી કંટાળી પતિએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ

પત્ની મિલકત માટે પણ પતિને અવાર નવાર ત્રાસ આપતી હોવાનો આક્ષેપ

પત્નીનો ત્રાસ- પતિને ભાઇઓને પણ મળવા દેતી ન હતી

શહેરના નરોડા વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ ગેલેરીમાંથી પડતુ મુકી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદીએ પત્ની પતિને ભાઇને પણ ન મળવા દેતી હોવાનો તથા મિલકત માટે પણ પતિને અવાર નવાર ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, યુવકે ઓક્ટોબર મહિનામાં આત્મહત્યા કરી હતી. તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મૃકકના મિત્રએ પત્ની અવાર નવાર ત્રાસ આપતી હોવાનો ખુલાસો થયો હતો. જેથી આ મામલે ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નિકોલ નવા વિસ્તારમાં રહેતા રાધાચરણ શર્માએ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે, 21મી ઓક્ટોબરે તેમના ભાઈ શિવકાન્ત શર્માએ તેમના ઘરની સાતમા માળેથી રસોડાની ગેલેરીમાંથી ઝંપલાવ્યું હતું. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું. જેથી આ મામલે તે સમયે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશ સ્વજનને સોંપી હતી. ત્યારબાદ મૃતકની તેમની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ જ્યારે રાધાચરણ પાંચમી નવેમ્બરે અમદાવાદ આવ્યા હતા.

ત્યારે શિવ કાન્ત શર્માના મિત્ર બીપીન ભાઈ પાસેથી જાણકારી મળી હતી કે, જ્યારે બીપીનભાઈ શિવકાન્ત ભાઇના ઘરે ગયા હતા. ત્યારે બંને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે સવારના સાડા નવ વાગ્યાની આસપાસ શિવકાન્તભાઈ તેમના રસોડામાં ગયા હતા અને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને પાણી પીને બોટલ ફેંકી દીધી હતી અને આજ રોજ ઝઘડા ખતમ કરી નાખો તેમ કહીને રસોડાની ગેલેરીમાંથી નીચે ઝંપલાવ્યું હતું.

શિવકાન્તના મિત્ર પાસેથી એમ પણ જાણવા મળ્યું હતું કે, શિવકાન્ત અવારનવાર તેને કહેતો હતો કે, તેની પત્ની તેને માનસિક ત્રાસ આપે છે. જ્યારે તેમના ઓળખીતા કુસુમવિરસિંગ પાસેથી જાણવા મળ્યું હતું કે, 19મી ઓકટો. 2020ના દિવસે શિવ કાંતિભાઈ તેમના ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, બે દિવસથી તેમની પત્નીએ જમવાનું બનાવી આપ્યું નથી અને નાની નાની વાતોમાં ઝઘડો કર્યા કરે છે. જેનાથી તેઓ કંટાળી ગયા છે.

આમ મૃતકની પત્ની તેમને વારંવાર નાની નાની બાબતોમાં ઝઘડા કરીને ત્રાસ આપતી હતી અને તેના ભાઇઓને પણ મળવા દેતી ન હોવા સહિતના આક્ષેપ સાથે નરોડા પોલીસ મથકમાં મૃતકની પત્ની મોહીની સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર