નસવાડીમાં મહિલા આચાર્યએ શાળાના શૌચાલયમાં લગાવ્યો ફાંસો, ચાર પાનાની સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત

પોલીસે મૃતદેહ પાસેથી 4 પાનાની સુસાઇડ નોટ કબજે કરી

નસવાડી તાલુકાની કુકરદા સરકારી માધ્યમિક શાળામાં મહિલા પ્રિન્સિપલનો શૌચાલયમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં મહિલાએ આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. સાથે પોલીસને ચાર પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, આ મામલો પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટર અર્થે ખસેડી વધુ તજવીજ હાથધરી છે.

અરવલ્લી જિલ્લાના માલપુરના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. ભાવનાબેન ડામોરે આજે સવારે શાળાના શૌચાલયમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પોલીસ અને મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી મૃતદેહ પાસેથી 4 પાનાની સુસાઇડ નોટ કબજે કરી હતી. જોકે સુસાઇડ નોટમાં આત્મહત્યાના કારણ અંગે ખુલાસો થાય તેવી શક્યતા છે.

આત્મહત્યા કરનાર મહિલા પ્રિન્સિપાલના પતિ જયદીપ ડામોરે જણાવ્યું હતું કે, ઘરમાં કોઇપણ પ્રકારના પ્રોબ્લમ નહોતા. જોકે 4 મહિનાથી પ્રિન્સિપાલ બન્યા બાદ તે સ્ટ્રેસમાં રહેતી હતી. જેના કારણે આ પગલુ ભર્યું હોય તેમ લાગે છે.

 148 ,  1