નવરંગપુરા વિસ્તારમાં જાહેરમાં યુવતીની છેડતી, વિકૃતે કરી અશ્લીલ હરકત

સરનામું પુછવાના બહાને યુવકે કર્યા શારીરિક અડપલા

અમદાવાદ શહેરમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. સરનામું પુછવાના બહાને યુવકે શારીરિક કર્યા હતા. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વિકૃત યુવકે યુવતી સામે અશ્લીલ હરકતો પણ કરી હતી. જે સીસીટીવીમાં કેદ થઇ છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીએ નોંધાયેલી ફરિયાદ મુજબ, નવરંગપુરાની સામવેદ હોસ્પિટલ નજીક એક બાઈકસવાર યુવાને સરનામુ પૂછવાના બહાને યુવતીના નજીક આવ્યો હતો. આ દરમિયાન નરાધમે અશ્લીલ હરકતો કરી હતી. એટલું જ નહીં વિકૃતે જબરજસ્તી કરી યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સરનામુ ન જાણતી હોવાનું જ્યારે કહ્યું ત્યારે બાઈકસવાર યુવાને વિકૃત હરકત કરી હતી. અને છેડછાડ કરી આરોપી ફરાર થઇ ગયો હતો. આ મામલે યુવતીએ નવરંગપુરા સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકની વિકૃત હરકત કેમેરામાં કેદ થઇ હતી. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 68 ,  1