September 18, 2020
September 18, 2020

સુરત : નિઝામપુરા વિસ્તારમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

મિત્રએ જ મિત્રને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો, પોલીસે ગણતરીના જ કલાકોમાં કરી ધરપકડ

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મિત્રએ જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે ગણતરીના જ કલાકોમાં પોલીસે આરોપીને દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબસ, શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા મેથોડીસ્ટ ચર્ચમાં રહેતા રાકેશ રાજુભાઇ ક્રિશ્ચન નામના યુવકની સોમવારે હત્યા થઇ હતી. યુવકનો પરિવાર રક્ષાબંધન પર્વને લઇ ભરૂચ ગયા હતા. દરમિયાન રાકેશનો મિત્ર ઘરે આવ્યો હતો. બંને વચ્ચે કોઇ વાતને લઇ ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવી ગયેલા મિત્રએ રાકેશને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.

મોડી સાંજે પરત ફરેલા પરિવારજનોએ લોહીથી લથબથ રાકેશનો મૃતદેહ જોતા ચોંકી ઉઠ્યા હતા. તુરત જ ફતેગંજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી હતી.

એ.સી.પી. પરેશ ભેંસાણીયાએ જણાવ્યું હતું કે, ફતેંગજ પોલીસે અલગ-અલગ એંગલથી તપાસ કરીને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસની તપાસમાં રાકેશ ક્રિશ્ચનની હત્યા તેના મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું છે. મિત્ર રાકેશની હત્યા કરનાર યુવાનની ધરપકડ કરી લેવામાં આવી છે. રાકેશની હત્યા તેના મિત્રએ ક્યા કારણોસર કરી છે તે અંગે તેની પૂછપરછ ચાલી રહી છે. આ સાથે કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ પોલીસે હત્યારાનો કોવિડ ટેસ્ટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર