ઓડિશા : નિ:સ્વાર્થભાવે સેવા કરનાર રિક્ષાવાળાના નામે કરી નાખી 1 કરોડની પ્રોપર્ટી

મિનાતી પટનાયકની મહાનતા

ઓડિશામાં એક રિક્ષાચાલક રાતોરાત કરોડપતિ બની ગયો છે એક વિધવાએ તેની સંપૂર્ણ મિલકત તેના નામે કરી દીધી છે. મહિલાની કુલ સંપત્તિ એક કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. આ 63 વર્ષીય વિધવાએ પોતાની તમામા સંપત્તિ રિક્ષાચાલકને દાનમાં આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં રિક્ષા ચાલકનું નામ બુદ્ધ સામલ જણાવવામાં આવ્યું છે.

પોતાની મિલકત દાનમાં આપનાર મહિલાનું નામ મિનાતી પટનાયક કટક છે. મિનાતી પટનાયક ઓડિશાના કટકના વતની છે. તેણે જણાવ્યું કે તેના પતિ અને પુત્રીનું થોડા જ સમયમાં મૃત્યુ થઈ ગયું. વૃદ્ધ સામલ અને તેના પરિવારે તેની (મિનાતી પટનાયક) સંભાળ લીધી. એટલા માટે તેણે પોતાની આખી પ્રોપર્ટી પોતાના નામે કરી દીધી છે.

63 વર્ષીય મહિલાએ નિઃસ્વાર્થ સેવા કરી રહેલા રિક્ષાચાલકના નામે ત્રણ માળનું મકાન અને તમામ મિલકત તેમના નામે કરી આપવાનું નક્કી કર્યું છે. પતિ પછી દીકરીનું પણ અવસાન થયું ત્યારે બધાં સગાંસંબંધીઓએ તેનાથી મોં ફેરવી લીધું, પરંતુ આ રિક્ષાચાલક 25 વર્ષથી તેની સેવા કરી રહ્યો હતો. તેના નામે મહિલાએ સમગ્ર મિલકતનો માલિકી હક્ક આપવાનું નક્કી કર્યું છે. બધું મળીને એક કરોડની કીંમત થાય છે. પગેથી રિક્ષા ચલાવનારને સેવાનું ફળ મળ્યું છે.

ન નહીં પણ માનવતા જ સૌથી મોટી સંપત્તિ છે. આનું જીવંત ઉદાહરણ ઓડિશાના કટક જિલ્લામાં જોવા મળ્યું. આ ઘટના સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે. જ્યાં એક વૃદ્ધ મહિલાએ મહાનતા અને ખાનદાની બતાવીને ત્રણ માળનું મકાન અને તમામ મિલકત એક રિક્ષાચાલકના નામે આપવાનું નક્કી કર્યું છે. કારણ કે એ રિક્ષાચાલકે નિઃસ્વાર્થ ભાવે મહિલાની સેવા કરી હતી.

જો કે વૃદ્ધ મહિલાને પરિવારના સભ્યોનાં મહેણાં સાંભળવા પડે છે, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ છે. હાલમાં ઘરની સાથે ઘરેણા અને અન્ય ઘરવપરાશની વસ્તુઓની કિંમત આશરે 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ વાત 63 વર્ષની મહિલા મિનાતી પટનાયકની છે. મિનાતી કટક જિલ્લાના સુતાહાટા વિસ્તારમાં રહે છે. ગયા વર્ષે તેના પતિ કૃષ્ણકુમાર પટનાયકના મૃત્યુ પછી, મિનાતી માટે તેની પુત્રી કોમલ સહારો હતી. પતિના મૃત્યુના છ મહિના પછી, પુત્રી કોમલનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. આ ઘટનાએ મિનાતીને સંપૂર્ણપણે લાચાર અને નિરાધાર બનાવી દીધાં. આવા સમયે મિનાતીના પરિવારના સભ્યોએ પણ તેને એકલવાયું જીવન જીવવા માટે છોડી દીધાં.

રિક્ષાચાલક વર્ષોથી સેવા કરે છે
મિનાતી પટનાયક માટે તેનો રિક્ષાવાળો બુદ્ધ સામલ જાણે દેવદૂત બનીને આવ્યો. આ રિક્ષાચાલક પટનાયક પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલો છે. રિક્ષાવાળાને એકલાં પડી ગયેલા મિનાતીની દયા આવતી અને તેણે નિ:સ્વાર્થભાવે સેવા કરવાનું શરૂ કર્યું. રિક્ષાચાલક બુદ્ધ સામલ અને તેમના પરિવારે મિનાતી પટનાયકની સંપૂર્ણ કાળજી લીધી. સામલ અને તેનો પરિવાર માત્ર મિનાતીની એકલતા દૂર કરવા જ નહીં પરંતુ હોસ્પિટલથી લઈને ઘર સુધી નિયમિત કાળજી પણ લેતા હતા. તેનું ખાવા-પીવાનું ધ્યાન રાખે. જરૂર પડે તો હોસ્પિટલે લઈ જાય. મિનાતી પટનાયકે કહ્યું કે, હું મારી સંપત્તિ આ ગરીબ પરિવારને દાન કરવા માંગુ છું. મેં મારી સંપૂર્ણ મિલકત કાયદેસર રીતે રિક્ષાચાલક સામલના નામે આપવાનું નક્કી કર્યું છે જેથી મારા મૃત્યુ પછી કોઈ તેને મિલકત અંગે હેરાન ન કરી શકે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી