પાલનપુરમાં મહિલાએ સાડી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું, પોલીસે હાથ ધરી તપાસ

કાશીબાનગર વિસ્તારમાં એક પરણીત મહિલાએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

રાજ્યમાં દિનપ્રદિન આપઘાતની ઘટનાઓ વધતી જઇ રહી છે. લોકડાઉન બાદ વેપાર, ધંધા ઠપ થતાં લોકો મોતને વહાલું કરી રહ્યા છે, તો માનસિક તાણમાં આવી લોકો આત્મહત્યા કરી રહ્યા છે. તો કેટલાંક વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી રહ્યા છે. સુરત, વડોદરા બાદ બનાસકાંઠામાં આપઘાતની ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતી એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, પાલનપુર શહેરના કાશીબાનગર વિસ્તારમાં એક પરણીત મહિલાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ ઘટનામાં ક્રિષ્ના બળદેવભાઈ પંડ્યા નામની ૨૨ વર્ષીય પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં જ સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા જ તેમના પતિ સહિત આજુબાજુના લોકો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. જે અંગેની ફરિયાદ મૃતક મહિલાના પતિ બળદેવભાઈ પંડ્યાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાવી હતી. મહિલાના મોતનું કારણ ચોક્કસ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ, પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર