સુરત : પાંડેસરામાં વર્ષ 2015માં યુવકનું ખૂન કરીને લાશ દિવાલમાં ચણી દીધી, પાંચ વર્ષ બાદ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ

 પોલીસે પાંચ વર્ષ બાદ મૃતદેહને બહાર કાઢી આરોપીની કરી ધરપકડ

સુરતમાં સનસનીખેસ મામલો સામે આવ્યો છે. વર્ષ 2015માં એક યુવકની હત્યા કરી લાશ દિવાલમાં ચણી દીધી હતી. જો કે પાંચ વર્ષ બાદ પોલીસે ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી, લાશ દિવાલમાંથી બહાર કાઢી હતી.

શહેરના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરીને લાશ દિવાલમાં ચણી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાંડેસરા પોલીસે આ હત્યાકાંડમાં એક આરોપીને ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આરોપીની કબૂલાત પછી પોલીસ જ્યાં લાશ દાટેલી હતી, તે મકાનમાં પહોંચી હતી અને દિવાલ તોડીને લાશ બહાર કાઢવામાં આવી રહી છે.

પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરીને લાશને દિવાલમાં ચણી દીધી હતી. બાદમાં આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં જતો રહ્યો હતો. પછી પેરોલ પર છૂટ્યા બાદ હાજર થયો નહોતો. બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો. જેથી પોલીસે દિવાલમાં ચણી દેવાયેલી લાશના હાડપિંજરને બહાર કાઢ્યું હતું.

પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી હતી. આ હત્યા ક્યા મુદ્દે કરી એ હજુ તપાસના વિષય છે. જો કે, રાજુએ હત્યા કર્યા બાદ કિશનના મૃતદેહને દિવાસમાં ચણી દીધો હતો. જેથી કોઈને આશંકા ન જાય. જો કે પોલીસે બાતમીના આધારે હાલ પાંચ વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.

આ અંગે એસીપી જે. કે. પંડ્યાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં શિવમ ઉર્ફે કિશનની હત્યા થઈ હતી. હાલ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને એફએસએલની હાજરીમાં તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા હાલ, તો વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી. તપાસ પછી વધુ વિગતો સામે આવશે.

રાજુ બિહારી નામના આરોપીએ 19 વર્ષીય શિવમની હત્યા કરી નાંખી હતી. અંગત અદાવતમાં હત્યા કર્યા પછી લાશ મકાનની દિવાલમાં ચણી દીધી હતી. પાંડેસરા પોલીસ અને FSL ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

 95 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર