પંજાબમાં ચૂંટણી પહેલા નવા જૂની થવાના એંધાણ!…

સિદ્ધુના ટ્વીટથી પંજાબના રાજકારણમાં ટ્વીસ્ટ

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિ વચ્ચે મુંખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલા મતભેદો અટકી રહ્યા નથી. કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુના ટ્વીટથી પંજાબનું રાજકારણ ફરી ગરમાયું છે.

નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે અમારા વિપક્ષી આમ આદમી પાર્ટીએ હમેંશા પંજાબ માટે મારા વીઝન અને કામની કદર કરી છે. અથવા આજે મેં જે પંજાબ મોડલ રજૂ કર્યું છે, લોકો તેને ઓળખે છે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી રાજકીય ખેંચતાણ ચાલી રહ્યો છે. સિદ્ધુ કોંગ્રેસ પાર્ટી અને પંજાબ સરકારમાં મહત્વના હોદ્દા માંગે છે જ્યારે અમરિન્દર સિંહ સિદ્ધુને પંજાબ કેબિનેટમાં સામેલ કરવા માગતા નથી કે પંજાબ કોંગ્રેસના પ્રમુખ પણ બનવા દેવા માંગતા નથી.

 73 ,  1