પંજાબમાં હવે જો પંજો જીતે તો તે ચમત્કાર જ કહેવાશે..!

કન્હૈયાકુમારના “પાવન” પગલાં પડ્યા..અને….

એક જ પક્ષમાં બાપે માર્યા વેર જેવુ હોય તે જીતે..?!

પંજેવાલે બાબુ તેરા બેન્ડ બજા….બચા લે પંજાબ..

આવુ તો કોઇ પક્ષમાં થયુ નથી, જે કોન-ગ્રેસમાં થયું..!

ઉડતા પંજાબ હવે નીચે આવીને કોના ખોળામાં પડશે..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દુનિયાના લોકશાહીને વરેલા દેશોમાં રાજકિય પક્ષોમાં મતભેદોની સાથે ક્યાંક ક્યાંક મનભેદ પણ હોય છે. ભારત પણ તેમાં બાકાત નથી. ભારતના રાજકિય પક્ષોમાં મનભેદ કરતાં મતભેદ વધારે હોય છે પણ તે જવલ્લેજ બહાર આવે. ભાજપમાં મતભેદ નથી એમ નથી. પણ હાઇકમાન્ડની બીકે સપાટીની નીચે જ રહે છે.. પરતુ જ્યાં હાઇકમાન્ડની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે એવા અને ભારતના સૌથી જુના રાજકિય પક્ષ કોંગ્રેસના પંજાબ એકમમાં જે બન્યુ અને કદાજ હજુ નહીં બને એની કોઇ ખાતરી નથી ત્યાં એવા વિપરીત સંજોગો અને મતભેદો કરતાં મનભેદો ઠાંસી ઠાંસીને ભરેલા છે એવા પંજાબમાં જો પંજો ફરીથી સત્તા પર આવશે તો તે એક રાજકિય ચમત્કાર જ કહેવાશે…!

કદાજ પંજાબ કોંગ્રેસમા આ બધુ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને કપિલ શર્માના કોમેડી શોમાં હોસ્ટ તરીકે શેરો-શાયરીઓ કરનાર નવજોત સિધ્ધુની એન્ટ્રી પછી શરૂ થયું હોય તો નવાઇ નહીં. નવજોત ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યાં, કોંગ્રેસ સરકારમાં મંત્રી બન્યા-રાજિનામુ આપ્યુ અને સીએમ કેપ્ટન અમરિન્દરસિંગ સામે રાજકિય ફટકાબાજી શરૂ કરી તે એવી કરી કે…જો કેપ્ટનને નહીં કાઢો તો મૈં તો ચલા..ઝાડુવાલી પાર્ટી તૈયાર હૈ…! ડરીને પંજા હાઇકમાન્ડે કહ્યું-ઓકે. સિદ્ધુને સીએમ તો ન બનાવાયા પણ કોગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવાયા. કેપ્ટને રાજીનામુ આપ્યું અને હાઇકમાન્ડને કહ્યું-યે મુંડા ઠીક નહીં હૈ..લે ડૂબેગા…હાઇકમાન્ડ મૌન.

નવી સરકાર બની. સિધ્ધુ કા પત્તા ઉડ ગયા. નવા સીએમ ચન્ની કઠપુતલી છે અને હું કહું એમ ચાલશે એવો પ્રયાસ શરૂ કર્યો. હુ કહુ એને એડવોકેટ જનરલ બનાવો. ચન્નીએ ઇન્કાર કર્યો. જેમને હોમ મિનિસ્ટર બનાવ્યાં તેની સામે વાંધો. પોતાના સલાહકારની પત્નીને મંત્રીપદ અપાવ્યું. એકબીજા સામે ખુલ્લેઆમ આક્ષેપબાજીનો તોપમારો ચાલ્યો. કેપ્ટન કહે-સિધ્ધુ દેશદ્રોહી છે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન તેમના દોસ્ત છે, પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તે ઠીક નથી…સિધ્ધુનો વળતો પ્રહાર- કપ્તાનસાબ એક પાકિસ્તાન કી આઇએસઆઇ મહિલા એજન્ટ કે સાથ આપકે ક્યા તાલ્લુકાત હૈ..? બતા દુ ક્યાં..?

નવી ચન્ની સરકારને અઠવાડિયુ પણ ના થયું અને કેપ્ટન અમરિન્દરસિંગની દિલ્હી મુલાકાતને લઇને અટકળો શરૂ થઇ કે કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ કેપ્ટન દિલ્હીમાં ભાજપના નેતાઓને મળવા જઇ રહ્યાં છે…! ખલ્લાસ…..! 28 સપ્ટે.2021નો દિવસ પંજાબમાં પંજા માટે ઘાતક સાબિત થયો. કેપ્ટન દિલ્હી પહોંચે તે પહેલાં સિધ્ધુએ પ્રદેશ પ્રમુખપદેથી ઇસ્તીફા….! તેમના ટેકામાં મંત્રીમંડળમાંથી બે મંત્રીઓના પણ ઇસ્તીફા…! ઇસ્તીફે પર ઇસ્તીફા..એક પછી એક એવી રાજકિય ઘટનાઓ એક જ દિવસમાં બની કે રાહુલ ગાંધીને કન્હૈયાકુમાર અને જિગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં આવકારતા ઉત્સાહ નહીં રહ્યો હોય કેમ કે એ જ દિવસે એટલે કે 28મીએ જ આ બધુ બન્યુ અને સિધ્ધુના રાજીનામા બાદ મોડેથી દિલ્હી પહોંચેલા કેપ્ટને કહ્યું-દેખોજી..મૈ ન યહાં દિલ્લી મેં પંજાબ કે સીએમ કા બંગલાહૈજી કપૂરથલા..વો ખાલી કરને આયા હું…ઔર મૈંને બોલા થા થા કી યે (સિધ્ધુ)મુંડા એક જગહ ટીક કે બૈઠ નહીં શકતા..અસ્થિર હૈજી…!

કેપ્ટન રાજકારણના અઠંગ ખેલાડી છે. ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી કરીને હાઇકમાન્ડને ઉંચાનીચા કરી નાંખ્યા અને કેપ્ટન જેનો પડછાયો પણ લેવા માંગતા નથી એ સિધ્ધુને ખાનગીમાં મેસેજ પહોંચ્યો હશે- કેપ્ટન ભાજપમાં ગયા તો ખેલ ખત્મ એટલે તમે રાજીનમુ આપી દો. જેથી કેપ્ટનને ભાજપમાં જતાં રોકી શકાય…!? અને લગભગ થયું પણ એવુ કે સિધ્ધુના રાજીનામા બાદ કેપ્ટને બહાનુ બનાવ્યું કે તેઓ કપૂરથલા નિવાસસ્થાન ખાલી કરવા દિલ્હી આવ્યાં છે…!

કેપ્ટન કોઇ સામાન્ય કોમન મેન નથી કે સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા પોતે આવે. શું તેઓ જાતે બિસ્તરાં -પોટલા બાંધીને બહાર મૂકવાના હતા..? સત્તાવાર નિવાસસ્થાનમાં બધુ સરકારી માલમિલકત હોય. તેમનું ત્યાં શું હતું..? અસલમાં હાઇકમાન્ડને બિવડાવવા અથવા તો હું નહીં તો તું પણ નહીં એમ નિર્ધાર કરીને પંજાબમાં સિધ્ધુને હરાવવા ભાજપનો ખેસ પહેરવાની મંત્રણા ચાલતી હોય અને રાહુલ-સોનિયા ગીંધીને સૂત્રોમાંથી તેની જાણ થઇ હોય કે પછી જાણી જોઇને તેમને માહિતી પહોંચાડવામા આવી હોય કેપ્ટન કેમ્પમાંથી અને હઇકમાન્ડે પંજાબમાં પંજો બચાવવા સિધ્ધુને દૂર કરી કેપ્ટનનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો અને સિધ્ધુ હવે પ્રમુખપદે નથી એટલે શોલેમાં ટાંકી પર ચઢેલા વીરૂએ બસંતીએ લગ્ન માટે હાં પાડ્યા પછી કહ્યું કે અબ મરના કેન્સલ…એમ કેપ્ટને કહ્યું હશે- અબ ભાજપ મેં જાના કેન્સલ…!?

આ બધી અટકળો ખરેખર વાસ્તવિક પણ હોઇ શકે પરંતુ જ્યારે ધાર્યુ થાય ત્યારે અટકળો અટકળો જ રહે અને ધાર્યુ ના થાય અને કેસરી ખેસ પહેર્યો હોત તો અટકળો સાચી પડત. પંજાબમાં આવી ઉઠાંગપઠાંગ અને એક જ પક્ષમાં છતાં બાપે માર્યા વેરની જેમ એકબીજાની દુશ્મની..નવા દલિત સીએમ..નવી સરકારને હજુ ઠરીઠામ થયે જુમ્મે જુમ્મે ચાર દિન પણ થયા નથી અને માથે ચૂંટણીઓ…હાઇકમાન્ડની સામે ટોચના અને ટોપના કપિલ સિબ્બલ જેવા કેટલાક નેતાઓનો અસંતોષ…પક્ષના નવા ફુલટાઇમ અધ્યક્ષની વરણીમાં વિલંબ….પંજાબમાં ચૂંટણીઓ જિતવા કેજરીવાલનો ધમધમાટ…ભાજપની પહલે આઓ..પહલે પાઓ..ની ખુલ્લા પ્રવેશદ્વારની રણનીતિ…આવી રાજકિય પ્રવાહી સ્થિતિમાં પાંચ નદીઓના બનેલા પંજાબમાં જો પંજો ફરીથી જીતે તો તે 2022નો મોટો રાજકિય ચમત્કાર જ કહેવાશે…! યા એમ કહીએ કે ડીજે વાલે બાબુ મેરા ગાના બજા દે..ગાના બજા દે..ની જેમ પંજેવાલે બાબુ તેરા બેન્ડ બજા..તેરા બેન્ડ બજા…!!! પંજેવાલેબાબુ….પંજાબ મેં ઇબ તેરા કુછ નહીં હો શકતા…! ઉડતા પંજાબ તો ગિયો…! ઉડતા ઉડતા કોના ખોળામાં પડશે..? ભાજપના…? કેજરીવાલના…? શિરોમણી અકાલીદળના..? કોંગ્રેસમાં કન્હૈયાકુમારના “પાવન” પગલાં પડ્યા..અને પંજાબ કોંગ્રેસમાં ફટાફટ રાજીનામા પણ પડ્યા..!

 83 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી