રાજકોમાં 12 વર્ષના બે તરૂણોએ તરૂણી સાથે કર્યું જઘન્ય કૃત્ય, છતનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું

13 વર્ષની તરુણી પર 12 વર્ષના બે ટેણિયાનું સામૂહિક દુષ્કર્મ

રાજકોટ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર ઘટની હોય છે જે ત્યારે શહેરને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષની સગીરા પર 12 વર્ષના બે ટેણીયાઓએ સામુહિક દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે શહેર પોલીસ દ્વારા બને આરોપીને સંકજામાં લઈ લીધા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે સૌરાષ્ટ્ર યુનવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે અંતર્ગત ઓનલાઈન એજ્યુકેશનની આડમાં ટીનેજર્સ પોર્ન સાઈટના પર પોર્ન વીડિયો જોઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે સ્વાભાવિક છે કે બાળકોમાં નાની ઉંમરે જ વિકૃતિ આવવી સ્વાભાવિક છે. ત્યારે નાની ઉંમરે આવેલી વિકૃતિ ટીનેજર્સને તેમજ તેમના માતા-પિતાને મોટી ચિંતામાં મૂકી દે તે પ્રકારની આવી શકે છે.

ત્યારે રાજકોટ શહેરમાં કંઈક આ જ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં બે ટીનેજર્સે તેમને તેમજ તેમના માતા-પિતાને મૂકી દીધા હોવાનું સામે આવ્યું છે. એપાર્ટમેન્ટમાં બીજા માળે અને છઠ્ઠા માળે રહેતા 12 વર્ષીય તરુણો દ્વારા તેમની દીકરી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ફરિયાદીની દીકરી પાસે બેસવાનું હોય બંને તરુણે શ્વાનને લઈ અગાસી પર રમવા આવવા માટે કહ્યું હતું. ત્યારે તરુણી બંને શ્વાનને લઇ અગાસી પર પહોંચી હતી.

ફરિયાદીની દીકરી અગાસી પર પોતાની સાથે જ બાર વર્ષના એક બાળ આરોપીએ અગાસી નો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ બંને તરૂણો દ્વારા બળજબરી કરી તરુણી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બંને બાળકોના સકંજામાંથી છૂટીને સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ તેને પોતાની સાથે બનેલી ઘટના પોતાની માતાને જણાવી હતી.

 102 ,  1