રાજકોટમાં પરિવારે 6 મહિના સુધી રૂમમાં ગોંધી રાખેલી CA યુવતીનું મોત

માતાપિતાએ CA કરતી દીકરીને છ મહિનાથી ઘરમાં પૂરી રાખી હતી, 8 દિવસથી ખાધું-પીધું ન હોવાથી કોમામાં હતી યુવતી

રાજકોટમાં માનવતા શર્મશાર કરતી ઘટના સામે આવી છે. છેલ્લા 6 મહિના સુધી એક રૂમમાં ગોંધી રાખેલી CA યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. ગઇ કાલે સામાજિક સંસ્થાએ છોડાવી યુવતીને સારવાર માટે ખસેડી હતી. છેલ્લા આઠ દિવસથી ભૂખી હોવાથી બેભાન થઇ ગઇ હતી. બાદમાં તેને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઇ હતી. જો કે સારવાર દરમિયાન જીંદગીનો જંગ હારી ગઇ…

 શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય CAનો અભ્યાસ કરતી યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. જેને સામાજિક સંસ્થાએ છોડાવી હતી. જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતી મરણ શૈયા પર હોય તે રીતે તેને ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. યુરીનની કોથળીઓ ભરેલી હતી. છ માસથી એક જ રૂમમાં પુરાયેલી યુવતીની જાણ પાડોશીઓને થઇ હતી. પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. આથી જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી. 

આ સ્થિતિ જોઇને સંસ્થા તેને હોસ્પિટલ ખસેડવા જતા હતા. જો કે પરિવારજનો સહમત ન હતા. અંતે સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખીને યુવતીને સારવાર માટે ખસેડી છે. સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમોમાં હતી. એટલુ જ નહિ ડોક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ નથી.

જોકે, યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. યુવતીને તેના માતાપિતાએ જ ઘરમાં ગોંધી રાખી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી યુરિન ભરેલી કોથળીઓ પણ મળી આવી હતી. રાજકોટની બંને ઘટનાઓએ ખૂબ જ ચર્ચા જગાવી છે.

આ ઘટનામાં યુવતીની માતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે યુવતીની માતા શંકાસ્પદ છે. આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર છું. જરૂર પડશે તો તેનાં માતા-પિતા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરવા તૈયાર છીએ. છ મહિનાથી એક જ રૂમમાં પુરાયેલી હોવાથી તેને જમવાનું પણ પરિવાર ભાગ્યે જ આપતા હોવાનું આસપાસના લોકોમાંથી જાણવા મળ્યું હતું તેમજ યુવતીને પરિવાર પાણી પણ આપતો નહોતો.

.

 115 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર