રાજકોટમાં ડ્રગ્સના રવાડે ચઢેલો ક્રિકેટર હોટલમાં પત્ની સાથે નશો કરતો ઝડપાયો

માતાની ફરિયાદ બાદ રાજકોટ પોલીસ આવી હરકતમાં…

સમગ્ર દેશમાં આજે ડ્રગ્સનું દૂષણ ફરી વળ્યું છે. બોલિવુડના કિંગખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરાયા બાદ દિનપ્રતિદિન અનેક રહસ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ નશાનો કાળો કારોબારનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં એક 23 વર્ષનો ક્રિકેટર  ડ્રગ્સના રવાડે ચઢેલો યુવાન પોતાના ઘરે એક ચિઠ્ઠી લખીને ઘર છોડી નાસી છૂટ્યો છે.

આ ઘટનામાં પીડિત યુવાનની માતાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા છે. મારો પુત્ર આજે 2:30 વાગ્યે ઘરે ચિઠ્ઠી મૂકી જતો રહ્યો હતો. મારા પુત્રને ડ્રગ્સની લત લાગેલી છે. માતાએ આજે મીડિયાનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં ડ્રગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારે હવે ન્યાય જોઈએ છે. આ ઘટનાની માહિતી મળતા રાજકોટ SOG પોલીસની ટીમ પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.

જે મામલે પોલીસે 3 લોકોની અટકાયકત કરી છે. સમગ્ર મામલે ફરિયાદી માતાનો ક્રિકેટર દીકરો અને વહુ નશો કરતા નશાની હાલતમાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. 

ફરિયાદીનો દીકરો અને તેની પત્ની રાજકોટની એક હોટલમાં નશો કરી રહ્યા હતા. તે સમયે પોલીસ ત્યા પહોચી અને જ્યા તેમને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી છે. જે કોલ્ડ્રિક્કસની આડમાં નશાનું વેચાણ કરતો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી સાથેજ સમગ્ર મામલે SOGની ટીમે ત્રણ ઈન્જેક્શન પણ કબ્જે કર્યા છે.

 102 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી