રાજકોટમાં યુવક પર ઘાતકી હથિયાર વડે હુમલો કરી ચલાવી લૂંટ

 છાતીમાં છરી ઝીંકી ચાર શખ્સોએ યુવકને લૂંટ્યો

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે લૂંટ અને હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી શહેરના રેલનગરમાં એક લૂંટનો બનાવ સામે આવ્યો છે, મળતી માહિતી મુજબ યુવાનની સોનાની ઘડિયાળ અને સોનાના કડાની લૂંટની ઘટના પ્રકશમાં આવી છે.

મહત્વનું છે કે શહેરમાં હજુ ગઈકાલે બનેલી ચોરીનો આરોપી પોલીસ પકડથી દૂર છે ત્યાં આજે રેલનગરમાં વધુ એક ઘાતકી હથિયાર વડે હુમલો કરી ચોરીનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં ગઈકાલે સવારે જ લીંબુડીવાડી જેવા પોશ વિસ્તારમાં મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરવાનો પ્રયાસ થયો હતો. ત્યારે ગત રાત્રે માલધારી ફાટક પાસે ચારેક શખ્સોએ એક મિકેનિકલ એન્જિનિયરને છાતીમાં છરીનો ઘા ઝીંકી 39 હજારનો મોબાઇલ ફોન અને રોકડ ભરેલા પાકીટની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીની એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા અને કોઠારીયા ગામે રહેતા દિલીપભાઈ જગદીશભાઈ મોડાસીયા રાત્રે નવેક વાગ્યે નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે ચાલીને રેલવેના પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકી આવી હતી અને છરીનો ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ, ફરિયાદને આધારે તપાસ હાથ ધરી

ફરિયાદમાં ભોગ બનનાર દિલીપ મોડાસીયાએ જણાવ્યું હતું કે, હું સ્વાતિ રેસિડેન્સીમાં મારા પરિવાર સાથે રહું છું અને છેલ્લા એક માસથી મોરબીમાં એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં હાલમાં મેનેજમેન્ટ તરીકે કામ કરું છું. આ કારખાનું મારા મિત્ર મહેશભાઈ કછોટનુ છે અને હું રાજકોટથી મોરબી જવા માટે ડેઇલી અપડાઉન કરું છું. જેમાં સવારે આઠ વાગ્યાથી ઘરેથી નીકળી દોઢ સો ફૂટ રોડ ઉપર બાલાજી હોલ પાસેથી લીયોની કંપનીની બસ મોરબી જતી હોય છે તેમાં બેસી મોરબી કામ ઉપર જાવ છું અને સાંજના આઠ વાગ્યે ઉપરોક્ત બસમાં બેસી મોરબીથી પરત રાજકોટ આવી બાલાજી હોલે ઉતરી રિક્ષામાં બેસી ઘરે પહોંચું છું પરંતુ ગઇકાલે પરત આવતી વખતે ગોંડલ ચોકડીની આગળ નાલા પાસે આ ઘટના બની હતી. આ અંગે આજીડેમ પોલીસે ફરિયાદ દાખલ કરતા PI વિક્રમસિંહ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

 71 ,  1