રાજકોટમાં મેયરની વરણી બાદ ઉત્સાહમાં કાર્યકરોએ ફટાકડા ફોડતાં લાગી આગ

મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મેયરના નામની જાહેરાત પછી ઉજવણીમાં ફટાકડા ફોડતા સમયે આગ લાગી ગઈ હતી. મહાનગર પાલિકા પાસે આવેલા ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર નીચે આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરની નીચે પડેલો કચરો સળગ્યો હતો. ફાયર વિભા5 દ્વારા આગ બુઝાવવામાં આવી છે. 

રાજકોટના મેયર તરીકે ડો. પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે દંડક સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા બન્યા છે. 

ત્યારે મેયરની ઉજવણી પ્રસંગે શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નીચે લાગી આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા. હજુ સુધી કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ અહીં એ સ્પષ્ટ પણે જોવા મળે છે કે નિયમ માત્ર પ્રજા માટે છે પક્ષ માટે કંઈ નહીં.

આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આગના પગલે લોકોમાં કૂતુહલ ઉત્પન્ન થયું હતું અને ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટરમાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા લોકોને પણ આગથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી

 22 ,  1