રાજકોટમાં બસચાલકોએ વૃદ્ધ રીક્ષાચાલકને માર માર્યો…

સિટીબસ કર્મચારીઓની દાદાગીરી, તપાસના આદેશ

રાજકોટ સિટી બસ ચાલકની દાદાગીરી વીડિયો વાયરલ થયો છે. સિટી બસચાલકોએ મળીને રસ્તા એક વૃદ્ધને ઢોર માર માર્યો હતો. ત્યારે સમગ્ર મામલો બહાર આવતા તપાસના આદેશ છૂટ્યા છે. 

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે સિટી બસસ્ટોપ ખાતે એક વૃદ્ધ રિક્ષાચાલકને સિટી બસના કર્મચારી માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વૃદ્ધને રોડ પર બેસાડી સિટીબસના કર્મચારી માર મારી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

સમગ્ર વીડિયો બહાર આવ્યા બાદ રાજકોટ પાલિકાએ એક્શન લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ DMCને આ વાયરલ વીડિયો બાબતે તપાસ કરવા આદેશ આપ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, વીડિયો મને મળ્યો છે. તેમાં મારામારીના દ્રશ્યો દેખાય છે. આખો મામલો જાણીને તેમાં જે કર્મચારીઓ સામેલ હશે તેમની સામે કડકમાં કડક પગલા લેવાશે. લોકો સાથે આવી રીતે ગેરવર્તણુક કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.

 52 ,  4 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી