રાજકોટમાં કોરોનાએ આફ્રિકાના વિદ્યાર્થી સહિત છ લોકોના લીધા ભોગ

આફ્રિકન વિદ્યાર્થીના મોત અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે

રાજકોટમાં કોરોનાની બીજી લહેરે રાજ્યમાં ફફડાટ લાવી દીધો છે. હવે રાજ્યમાં કોરોના કેસોનો આંક 1500થી વધારે પહોંચી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બનતાં લોકોમાં ભારે ડરનો માહોલ છે. ત્યારે રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં 6 દર્દીના મોત થયા છે. જેમાંથી આફ્રિકાથી અભ્યાસ માટે મારવાડી યુનિવર્સિટી આવેલા વિદ્યાર્થીનું કોરોનાથી મોત થયું છે. તેની સારવાર સિવિલના કોવિડ વોર્ડમાં ચાલતી હતી. અને આ વિદ્યાર્થીના મોત અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. હાલ મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાના 8થી વધુ કેસો નોંધાયા હતા.

તો બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિદ્યાર્થીનું મોત કોરોનાને કારણે નથી થયું. આફ્રિકાનો વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત હતો અને સારવાર લઈ રહ્યો હતો. જો કે તંત્રએ વિદ્યાર્થીને HIV હોવાનો દાવો કર્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કોરોના કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 100ને પાર પહોંચ્યા હતા. નવા 109 કેસ અને જિલ્લામા એકનું મોત નિપજયુ હતું. તો બીજી તરફ રાજકોટ મેડિકલ કોલેજમાં સેકન્ડ MBBSના ચાર વિદ્યાર્થીને કોરોના થતા ફફડાટ ફેલાયો હતો.

 21 ,  1