રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગના ચાર કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

રેસકોર્સ પાર્કના ફ્લેટમાં જમાવી હતા દારૂની મહેફિલ, અચાનક પોલીસે કરી રેડ

રાજકોટમાં ઈન્કમટેક્ષ વિભાગના ચાર કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાયા છે. રેસકોર્સ પાર્કના ફ્લેટમાં ચાલતી દાની મહેફિલ પર પ્રદ્યુમનનગર પોલીસે દરોડો પાડી દારૂ પિતા આઇટી વિભાગના ચાર કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા.

દિવાળીના તહેવારો દરમિયાન દારૂની રેલમ-છેલમ જોવા મળતા પોલીસે અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે દારૂની પાર્ટી કરી નશામાં ટલ્લી થયેલા રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની કચેરીના ચાર કર્મચારીઓને પણ પોલીસે દબોચી લીધા હતા.

મળતી વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઈએ જાણ કરી હતી કે, રેસકોર્ષ પાર્ક શેરી નં.2માં ફ્લેટ નં. 27/103 માં કેટલાક શખ્સો નશો કરી રહ્યા છે. જેને આધારે કન્ટ્રોલ રૂમમાંથી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બાતમી આધારે ઘટનાસ્થળે દરોડા પાડતા 4 અધિકારીઓને દારૂ પીતા ઝડપી પાડ્યા હતા. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 97 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર