September 28, 2020
September 28, 2020

રાજકોટમાં પોલીસે 57.20 કિલો ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ

પોલીસે ગાંજાના જથ્થા સહિત રૂ. 7.43 લાખ કરતાં વધુ મત્તા સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી 

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસ દ્વારા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને જડપી લીધો છે.

રંગીલું રાજકોટ હવે નશીલા દ્રવ્યોના કાળા કારોબારમાં ડુબતું હોય તેવું લાગી રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ-એસઓજીની ટીમે કાલાવડ રોડ પર પ્રદ્યુમન ગ્રીન સિટી સામે રોડ પરથી પસાર થતી એક સફેદ કારને અટકાવીને તેની તલાશી લેતા કારમાંથી 57.200 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

જે અંગે એસઓજીની ટીમે કાર ચાલક તૌફીક અહેમદ સમા નામના ઈસમને ગાંજાના જથ્થા સહિત રૂ. 7.43 લાખ કરતાં વધુ મત્તા સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 15 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર