રાજકોટમાં તમામ કોર્ટની રેગ્યુલર ફીઝીકલ કાર્યવાહી શરૂ કરવા અંગે બાર એસોસીએશન દ્વારા ધરણા કરાયા

રાજકોટ સહીત સમગ્ર રાજ્ય અને દેશમાં કોરોના કહેર ફરી વાળ્યો હતો ત્યારે આ ભયાનક બીમારીથી બચવા રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલાં લીધા હતા અને તમામ જાહરે જગ્યાએ લોકો એકત્ર ન થાય અને કોરોના સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી ગુજરાત સરકારે સરકારી કામગીરી પર રોક લગાવવામાં આવી હતી. જેમાં છેલ્લા 10 મહિના અને 12 દિવસથી રાજ્યભરમાં તમામ કોર્ટ બંધ છે ત્યારે હાલના સમયમાં કોરોના સંક્ર્મણમાં રાહત જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છેકે રાજકોટ બાર એસોસીએશન દ્વારા તમામ કોર્ટ રેગ્યુલર ફીઝીકલ કાર્યવાહી શરૂ કરવા અંગે ગુજરાતની વડી અદાલતને અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ પ્રત્યુત્તર નહિ મળતા આજે રાજકોટ બાર એસોસીએશન દ્વારા તમામ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે સિવિલ કોર્ટ ખાતે ધારણાકરવા આવ્યા હતા.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર