રામોલમાં યુવકના કાર્ડમાંથી રૂ.85 હજાર મેળવી ઠગાઈ આચરી

રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

શહેરના રામોલ વિસ્તારમાં વધુ એક ઓનલાઇ ઠગાઇની ઘટના સામે એવી છે. જેમાં વસ્ત્રાલમાં રહેતા યુવક સાથે રૂ. 85 હજારની છેતરપીંડી થતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

વસ્ત્રાલના દુર્ગા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ પટેલ ઘરે હાજર હતા ત્યારે તેમના ફોનમાં બે મેસેજ આવ્યા હતા. જેમાં રાજેશભાઈની જાણ બહાર કોઈ મોમ્બીક્વીકના ધારકે તેમના આરબીએલના કાર્ડમાંથી ટ્રાન્ઝેક્શન કરી પૈસા ઉપાડ્યાનો મેસેજ આવ્યો હતો. રાજેશભાઈએ તે મેસેજ પર ધ્યાન આપ્યું ન હતું. દરમિયાન થોડા જ સમયબાદ આરબીએલમાંથી તેમના પર ફોન આવ્યો અને જણાવ્યું કે, તેમ રૂ. 85 હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. જો કે રાજેશભાઈએ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રાજેશભાઈને જાણવા મળ્યું કે, તેમના આરબીએલ કાર્ડમાંથી કોઈ મોબીક્વીનના ધારકે રૂ. 85 હાજરનું ટ્રાન્ઝેક્શન કરી તેમની સાથે ઠગાઈ આચરી હતી.

આ અંગેની જાણ થતા રાજેશભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબીક્વીનના ધારકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તાપસ હાથધરી છે.

 71 ,  1